એકતરફ સરકાર ડિજીટલ યુગની ગુલબાંગો પોકારે છે. બીજી બાજુ સરકારે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની કરેલી હતી. જાહેરાત જાણે કે સરકારે પોતે જ અભેરાઈએ ચઠાવી દીધી હોય તેમ ભાવનગર યુનિવર્સિટીના છેલ્લા 2 વર્ષમાં 50000થી વધુ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને આજ સુધી ટેબ્લેટ આપવામાં આવ્યા નથી તેની સામે રોષ જાગ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મહિલાઓ “અ” સુરક્ષિત, POCSO કેસના આંકડા જાણી રહેશો દંગ
2 વર્ષ કરતા વધુ સમયથી આ યોજનાને અભરાઈએ ચઠાવી દીધી
કેન્દ્ર સરકારે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસમાં કામ આવે અને ઝડપી યુગમાં અન્ય ખાનગી યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ સામે ટક્કર લઇ શકે તે માટે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની જાહેરાત કરી હતી. સરકારે 2019 અને 20માં આ પ્રકારે વિદ્યાર્થીઓને ટેબ્લેટ ફાળવ્યા હતા. બાદમાં 2 વર્ષ કરતા વધુ સમયથી આ યોજનાને અભરાઈએ ચઠાવી દીધી છે તેમ મનાઈ રહ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ: શિક્ષણાધિકારીની કચેરી દ્વારા “કારકિર્દીના પંથે” નામનો કાર્યક્રમ શરૂ કરાયો
આજ સુધી ટેબ્લેટ ફાળવ્યા નથી જે શરમ જનક કહી શકાય
ભાવનગરમાં મહારાજ કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના છેલ્લા 3 વર્ષમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને આજ સુધી ટેબ્લેટ ફાળવ્યા નથી જો કે આમ તો સમગ્ર રાજ્યમાં કોઈપણ યુનિવર્સિટીમાં સરકારે 3 વર્ષથી ટેબ્લેટ ફાળવ્યા નથી તેમ પણ જાણવા મળ્યું છે. કોંગ્રેસના પ્રમુખનું કહેવું છે કે યુનિવર્સિટી ટેબ્લેટ માટે દર વરસે બજેટમાં રકમ ફાળવે છે પરંતુ આજ સુધી ટેબ્લેટ ફાળવ્યા નથી જે શરમ જનક કહી શકાય.
આ પણ વાંચો: સુરત: બેંકની ફેક એપ ઇન્સ્ટોલ કરાવી લાખોની છેતરપીંડી આચરી
ટેબ્લેટ આપવામાં આવે તો અભ્યાસ તેમજ એસાઈમેન્ટમાં ઉપયોગી થઇ શકે
ભાવનગર યુનિવર્સિટીમાં દર વર્ષે 15 હજારથી વધુ વિધાર્થીઓ પ્રવેશ મેળવે છે અને જે ટેબ્લેટ લેવાના હકદાર છે. સરકાર દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી જયારે ટેબ્લેટ આપવાના હોય ત્યારે 1000 રૂપિયા ટોકન ચાર્જ લેવામાં આવે છે. જો કે 3 વર્ષમાં કયારે ચાર્જ લેવામાં આવ્યો નથી અને ટેબ્લેટ પણ ફાળવ્યા નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકારે પોતે આપેલા વાયદાઓ ભૂલી જાય છે. જો વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવે તો તેમને કોલેજમાં અભ્યાસ તેમજ એસાઈમેન્ટમાં ઉપયોગી થઇ શકે તેમ છે.