ગુજરાતટોપ ન્યૂઝ

સુરત: બેંકની ફેક એપ ઇન્સ્ટોલ કરાવી લાખોની છેતરપીંડી આચરી

Text To Speech

બેંકના અધિકારી તરીકે ઓળખ આપી ભેજાબાજે 1.45 લાખ રૂપિયા ઉપાડી લીધા છે. જેમાં સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા ગોડાદરાના યુવકે પોલીસ ફરિયાદ કરી છે. બેંક ઓફ બરોડાના અધિકારી તરીકે ઓળખ આપી એપ ડાઉનલોડ કરાવી હતી. જેમાં બીઓબી વર્લ્ડ એપ અનઇન્સ્ટોલ કરાવી છેતરપીંડી આચરી હતી.

આ પણ વાંચો: સુરતમાં આચાર્યની અનોખી પહેલ: 1,400 વિદ્યાર્થિની નૃત્ય-ગીતના સહારે શીખે છે ગણિત 

હેલ્પલાઇન પર ફરિયાદ રજિસ્ટર્ડ કરાવી

સુરત શહેરમાં ગોડાદરાના યુવકને બેંક ઓફ બરોડાના અધિકારી તરીકે ઓળખ આપી એપ ડાઉનલોડ કરાવી બારોબાર રૂપિયા 1.45 લાખ ટ્રાન્સફર કરી લીધા હતા. મળતી વિગતો પ્રમાણે ગોડાદરા ત્રણ રસ્તા પાસે વૃંદાવનનગરમાં રહેતા શંકર નારાયણ વર્મા (ઉં.વ. 35, મૂળ યુપી) કાપડની દુકાનમાં જોબ કરે છે. ગત તા. 25મીએ સવારે ઘરેથી 13 હજાર લઇને પુણા-કુંભારિયા રોડ પર આવેલી બેંક ઓફ બરોડા શાખામાં ગયા હતા. જ્યાં સી.ડી.એમ.મશીનમાં રૂપિયા જમા કરાવવા જતા મશીને રૂપિયા સ્વીકારી લીધા હતા અને સી.ડી.એમ.સ્ક્રીન પર કોન્ટેક્ટ મેનેજર એવો મેસેજ આવ્યો હતો. પોતાના એકાઉન્ટમાં 13 હજાર જમા થયા હોવાનો મેસેજ નહિ આવતા તેઓ બીજા દિવસે બેંકમાં ગયા હતા. જ્યાં મેનેજરે હેલ્પલાઇન નંબર આપી તેના પર ફરિયાદ કરવાની વાત કરી હતી. તેમણે હેલ્પલાઇન પર ફરિયાદ રજિસ્ટર્ડ કરાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ: શિક્ષણાધિકારીની કચેરી દ્વારા “કારકિર્દીના પંથે” નામનો કાર્યક્રમ શરૂ કરાયો

મોબાઇલ હેંગ થઇ ગયો હતો

ત્યારબાદ તે દિવસે સાંજે તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. કોલ કરનારે બેંક ઓફ બરોડાના મેનેજર તરીકે ઓળખ આપી હતી. તે વ્યક્તિએ બીઓબી વર્લ્ડ એપ અનઇન્સ્ટોલ કરાવી હતી. ત્યારબાદ બીજી વખત ડાઉનલોડ કરાવી જરૂરી વિગતો ભરાવડાવી હતી. જે બાદ બીઓબી વર્લ્ડ એપ ચાલુ થઇ ગઇ હતી. ત્યારબાદ તે વ્યક્તિએ એક ફાઇલ મોકલી હતી. જે ફાઇલ ઓપન કરતા જ ટેક્સ મેસેજ આવવાના શરૂ થઇ ગયા હતા અને મોબાઇલ હેંગ થઇ ગયો હતો. થોડા સમય પછી મોબાઇલ ખોલીને જોતા તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 1.45 લાખ ઉપડી ગયા હતા.

Back to top button