ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે જ ભારતે મેચ પર જીત મેળવી લીધી છે. ચાર મેચોની ટેસ્ટ સીરિઝમાં ભારતે સતત બીજી ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. દિલ્હી ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં ભારતે 6 વિકેટથી જીત મેળવી છે. ત્રીજા દિવસના પહેલા સેશનમાં ઓસ્ટ્રેલિયાની ટીમ માટે 113 રનમાં ઓલઆઉટ થઈ હતી, જેની સામે ભારતે 4 વિકેટ ગુમાવીને 114 રનનો ટાર્ગેટ પૂરો કર્યો હતો.
આ સાથે જ દિલ્હીમાં જીત સાથે ભારત ટેસ્ટ રેન્કિંગમાં પણ નંબર વન ટીમ બની ગયું છે. તેણે ઓસ્ટ્રેલિયા પાસેથી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ જીતીને તેને રેન્કિંગમાં બીજા નંબરે પણ ધકેલી દીધો છે.
ભારત માટે બીજી ટેસ્ટમાં પણ કેએલ રાહુલની બેટથી કોઈ ખાસ રન જોવા ન મળ્યા અને તે ફરી એકવાર સસ્તામાં આઉટ થયો. પરંતુ પોતાની 100મી ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં શૂન્ય પર આઉટ થનાર પૂજારાએ 31 રન બનાવ્યા છે.
The Border-Gavaskar Trophy stays with India ????
The hosts go 2-0 up against with a comprehensive win in Delhi ????#WTC23 | #INDvAUS | ???? https://t.co/HS93GIyEwS pic.twitter.com/xI0xvh2vOm
— ICC (@ICC) February 19, 2023
બીજી ઈનિંગમાં બોલિંગની વાત કરવામાં આવે તો અશ્વિન અને જાડેજાએ કહેર વર્તાવતા પહેલા સેશનમાં જ ઓસ્ટ્રેલિયાની આખી ટીમને 113 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ સાત જ્યારે રવિચંદ્રન અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ ભારતને બીજી ટેસ્ટ મેચ જીતવા 115 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
બીજી દિલ્હી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની મુશ્કેલીઓ વધી
બંન્ને ટીમોની પ્રથમ ઇનિંગ પુરી થઇ ચૂકી છે અને બીજી ઇનિંગની શરૂઆત થઇ છે. ત્રીજા દિવસની રમત દરમિયાન સ્પીનરો બેટ્સમેનો પર હાવી થઇ રહ્યાં છે. 24 ઓવર બાદ કાંગારુ ટીમનો સ્કૉર 7 વિકેટના નુકશાને 95 રન પર પહોંચ્યો છે. જે સાથે જ ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 113 રનોમાં સમેટાઇ, ભારતને જીત માટે 114 રનોનો ટાર્ગેટ આપ્યો છે.
Career-best Test figures for Ravindra Jadeja ????#WTC23 | #INDvAUS pic.twitter.com/ikHe85pfez
— ICC (@ICC) February 19, 2023
ત્રીજા દિવસની શરૂઆતમાં જ ઓસ્ટ્રેલિયન ટીમનો ધબડકો જોવા મળ્યો છે, ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતની પાંચ ટૉપ ઓર્ડર વિકેટો માત્ર 100 રનની અંદર ગુમાવી દીધી છે. 23 ઓવરના અંતે કાંગારુ ટીમે 5 વિકેટના નુકશાને 95 રન બનાવી લીધા છે.
રવિન્દ્ર જાડેજાએ પ્રથમ ટેસ્ટની જેમ બીજી દિલ્હી ટેસ્ટમાં પણ તરખાટ મચાવીને કાંગારુઓને ધૂંટણીયે પાડી દીધા છે, ત્રીજા દિવસની રમત દરમિયાન રવિન્દ્ર જાડેજાએ 6 વિકેટો ઝડપી છે. જાડેજાએ બીજી ઇનિંગમાં બૉલિંગ દરમિયાન કુલ 12.1 ઓવર નાંખી, આ દરમિયાન તેને 42 રન આપીને 6 વિકેટો પોતાના નામે કરી લીધી હતી.
Innings Break!
It was a @imjadeja show here in Delhi as he picks up seven wickets in the morning session.
Australia are all out for 113 runs. #TeamIndia need 115 runs to win the 2nd Test.
Scorecard – https://t.co/1DAFKevk9X #INDvAUS @mastercardindia pic.twitter.com/0h9s37RA85
— BCCI (@BCCI) February 19, 2023
બીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયન ટીમે ભારત પર 62 રનોની લીડ મેળવી લીધી હતી, બીજા દિવસના અંતે કાંગારુ ટીમે 12 ઓવરની રમત રમી હતી, આ દરમિયાન 1 વિકેટ ગુમાવીને 61 રન બનાવી લીધા હતા.
આ પણ વાંચો : ફરી એકવાર સૌરાષ્ટ્ર બન્યું રણજી ટ્રોફી ચેમ્પિયન, બંગાળને 9 વિકેટે હરાવ્યું