મનોરંજન

કંગના રનૌતે લગ્નની શુભેચ્છા પાઠવી તો સ્વરા ભાસ્કરે આપ્યો કંઈક આવો જવાબ !

સ્વરા ભાસ્કર અને કંગના રનૌતના વૈચારિક મતભેદ સતત સોશિયલ મીડિયા પર વાઈરલ થતા રહે છે. આ બંને સેલેબ્સ પોતાના વિવાદાસ્પદ કમેન્ટથી ચર્ચામાં રહે છે. ફરી બંનેની ટ્વીટર પોસ્ટ વાઈરલ થઇ રહી છે. ફહદ અહમદ સાથેના લગ્ન બાદ કંગના રનૌતે સ્વરા ભાસ્કરને અભિનંદન પાઠવ્યા હતા. હવે સ્વરાએ ખુદ કંગના રનૌતને ટ્વિટર પર જવાબ આપ્યો છે.

ફિલ્મ અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરને તેના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે. સ્વરાએ મુંબઈમાં સપા નેતા ફહાદ ઝિરાર અહમદ સાથે કોર્ટ મેરેજ કર્યા છે. કંગના પોતાની કમેન્ટને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ફહાદ અને સ્વરાને અભિનંદન આપતાં કંગનાએ કહ્યું હતું કે લગ્ન દિલથી થાય છે, બાકી બધી માત્ર ઔપચારિકતા છે. હવે કંગનાના અભિનંદન આપવા પર સ્વરા ભાસ્કરની પ્રતિક્રિયા સામે આવી છે. સ્વરાએ કંગનાનો આભાર માન્યો છે.

આ પણ વાંચો : સ્વરા ભાસ્કરે મુસ્લિમ એક્ટિવિસ્ટ ફહાદ અહમદ સાથે કર્યા લગ્ન

સ્વરા ભાસ્કરે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા પર ખુશી વ્યક્ત કરતા ટ્વિટર પર કેટલાક ફોટા શેર કર્યા છે. આ પોસ્ટ પર કંગનાએ સ્વરા અને ફહદને જવાબ આપતા લખ્યું, “આ ભગવાનની કૃપા છે કે તમે બંને ખુશ અને ધન્ય દેખાઈ રહ્યા છો… લગ્ન દિલથી થાય છે, બાકી બધું માત્ર ઔપચારિકતા છે.”

આ પણ વાંચો : કંગનાએ ફરી એક વાર સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, આ કપલને આપી ધમકી

સ્વરાનો કંગનાને જવાબ

આ બાબતે સ્વરા ભાસ્કરે હવે થેંક્યુ લખ્યુ છે, “આભાર કંગના… તને દરેક ખુશી અને આનંદ મળે. “તમને જણાવી દઈએ કે કંગના રનૌત અને સ્વરા ભાસ્કર તેમના બેફામ નિવેદનો માટે જાણીતી છે. બંને સ્ટાર્સના મંતવ્યોમાં પણ ઘણો તફાવત જોવા મળતો હોય છે. બંને હંમેશા પોતાની કમેન્ટને લઈને ચર્ચામાં રહે છે. જો કે, કંગનાએ લગ્ન માટે આપેલ અભિનંદન અને પછી સ્વરાના જવાબથી લાગે છે કે બંને વચ્ચેના સંબંધોમાં સુધારો થયો છે.

સ્વરા ભાસ્કરે 17 ફેબ્રુઆરીની સાંજે એક પોસ્ટ કરીને બધાને ચોંકાવી દીધા હતા. તેણે પોસ્ટમાં માહિતી આપી હતી કે તેણે એક્ટિવિસ્ટ અને રાજનેતા ફહાદ અહમદ સાથે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કર્યા છે. તેમની સગાઈના ફોટા પણ સામે આવ્યા હતા. જોકે સ્વરાએ સ્પષ્ટ કર્યું હતું કે આવતા મહિને તે ધાર્મિક વિધિ પ્રમાણે લગ્ન કરશે. સ્વરાની પોસ્ટ અનુસાર, તે લાંબા સમયથી ફહાદને ડેટ કરી રહી હતી.

આ પણ વાંચો ; કંગના રનૌત ટ્વિટર પર પરત ફરી, અભિનેત્રીએ ટ્વિટ શેર કરીને પોતાની ખુશી વ્યક્ત કરી

તમને જણાવી દઈએ કે સ્વરા અને ફહાદ CAA-NRC વિરોધ દરમિયાન એકબીજાના પરિચયમાં આવ્યા હતા. ત્યારથી બંને એકબીજાને ઓળખે છે. બાદમાં બંનેની નિકટતા વધી, સ્વરા અને ફહાદ એકબીજાને ડેટ કરવા લાગ્યા. હવે બંનેએ સંબંધોને આગળ વધારતા લગ્ન કરી લીધા છે.

Back to top button