નોકરીનો સ્ટ્રેસ સહન ન થતાં AMCના અધિકારી થયા ગુમ, ચિઠ્ઠીમાં લખ્યું સોરી….
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમા ફરજ બજાવતા અધિકારી અચાનક ઘર છોડીને જતા રહ્યા હોવાનુ સામે આવ્યું છે. AMCના અધિકારી ગુમ થયા હોવાનું જાણતા તંત્ર દોડતું થયું છે.ત્યારે પરિવારજનો પણ ચિંતામાં મુકાયા છે. અને તેમને શોધવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ અધિકારીની લખેલી ચિઠ્ઠી મળી છે. જેમાં અધિકારીએ કામના સ્ટ્રેસમાં ઘર છોડ્યુ હોવાનું જણાવ્યું છે.
AMCના અધિકારીએ કામના સ્ટ્રેસમાં ઘર છોડ્યું
પ્રાપ્ત જાણકારી અનુસાર અમદાવાદ મ્યિુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ એન્જિનિયર ઘર છોડીને ચાલ્યા જતા તંત્ર દોડતુ થયું છે. આ અધિકારીએ લખેલી ચિઠ્ઠી હાલ પરિવારજનોને મળી છે. જેમાં તેઓએ કામનો બોજ સહન ન થતા સ્ટ્રેસમાં રહેતા હોવાનું કહે છે. અને તેઓએ અગાઉ આત્મહત્યાનો પ્રયાસ પણ કરી ચૂક્યા છે. જેથી પરિવારજનોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે.
જાણો ચિઠ્ઠીમાં શું લખ્યું
અમદાવાદના ચાંદલોડિયા વોર્ડમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે બજાવતા અદા કરતા રોહન મિસ્ત્રી ઘર છોડીને ચાલ્યા ગયા છે. અને પરિવારજનોને તેમની લખેલી ચિઠ્ઠી મળી આવી છે. જેમાં તેમણે લખ્યું છે ”મમ્મી, પપ્પા, અંકિતા, બ્રિજેશ, રશ્મિ, મને માફ કરજો હુ ઘર છોડીને જવ છું. મને શોધવાનો પ્રયત્ન ન કરતા અગાઉ આત્મહત્યાનો પ્રયાસ કરતા તમે મને બચાવી લીધો હતો. એટલે હવે હું આત્મહત્યા નહિ કરું, અત્યારે બધો સ્ટાફ ખૂબ જ સ્ટ્રેસમાં છે, પણ મારાથી સહન ન થઈ શક્યો એટલે હુ આ પગલુ ભરુ છું. મારા બધા જ સાહેબો, કલીગ ખૂબ સારા છે. અને છેલ્લે લખ્યું છે”, ” મમ્મી પપ્પા તમે ટેન્શન ન લેતા અને માહી- પર્વ ખૂબ જ ભણજો અને દાદા દાદીનું નામ રોશન કરજો, બસ બીજું કાંઈ નહીં મારા બાઇકની ચાવી મારા ઓફિસના ડ્રોવરમા છે. હવે મારી પાછળ સમય ન બગાડતા નોકરીની સ્ટ્રેસ લઈ ન શક્યો એટલે હું આ જવાબદારીમાંથી દૂર જઈ રહ્યો છું.”
આ પણ વાંચો : મહાશિવરાત્રિ : કેન્દ્રિય મંત્રી રૂપાલા દિલીપ સંઘાણી સાથે ગરબે ઝૂમ્યા, મંત્રી પર થયો નોટોનો વરસાદ