એજ્યુકેશનગુજરાત

આ જિલ્લા વહીવટી તંત્રએ લીધો મહત્વનો નિર્ણય, સવારે 7 પહેલાં અને રાત્રે 8 વાગ્યા પછી નહી શરુ થાય કોચિંગ ક્લાસ

Text To Speech

આણંદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા વિદ્યાર્થિનીઓની સુરક્ષાને ધ્યાને રાખીને મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. તાજેતરમાં તંત્ર દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં તંત્રએ આણંદમાં સવારે 7 પહેલા અને રાત્રે 8 પછી કોચિંગ કલાસ ચાલુ નહી રાખવા માટે આદેશ કર્યો છે.

કોચિંગ ક્લાસ-humdekhengenews

આ સમય દરમિયાન કોચિંગ ક્લાસ કરવા પડશે બંધ

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓ અને યુવતીઓની છેડતીના કિસ્સામાં વધારો જોવા મળ્યો છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા મહિલાએ અને શાળાએ જતી છોકરીઓને હેરાન કરવામાં આવતી હોય છે. તેવામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં આણંદ તંત્ર દ્વારા એક જાહેરનાંમુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આણંદમાં સવારે 7 પહેલાં અને રાત્રે આઠ વાગ્યા બાદ કોઈપણ કોચિંગ ક્લાસ ચાલુ નહીં રાખી શકાય તેવું જાહેર કરવામા આવ્યું છે.

કોચિંગ ક્લાસ-humdekhengenews

જાહેરનામાના ભંગ બદલ થશે કાર્યવાહી

આણંદમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આણંદ જિલ્લાની નર્સરી સ્કૂલો, પ્રાથમિક માધ્યમિક સ્કૂલો, કોલેજો ,ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલોની આસપાસના વિસ્તારમાં 50 મીટરની અંદર એકઠા થવા પર પણ પ્રતિબંઘ લગાવવામા આવ્યો છે. એટલેકે આ વિસ્તારના જાહેર માર્ગ ઉપર ઉભા રહેવા કે બેસવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જિલ્લા વહીવટી તંત્રએ મહિલાઓ અને છાત્રાઓની સલામતીને લઈ આ જગ્યાની આસપાસના વિસ્તારો માટે ખાસ પ્રતિબંધો જાહેર કર્યા છે અને તેમાં તેમ પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ આ જાહેરનામાનો ભંગ કરશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા કોચીંગ તથા ટયુશન કલાસીસમાં જતી વિદ્યાર્થિનીઓ શાંતિપુર્વક અને નિર્ભય થઈને અભ્યાસ માટે જઈ શકે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : ગજબ થઈ ગયો ! જામનગરમાં તસ્કરો આખે આખો મોબાઈલ ટાવર ચોરી ગયા

Back to top button