કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

ગજબ થઈ ગયો ! જામનગરમાં તસ્કરો આખે આખો મોબાઈલ ટાવર ચોરી ગયા

Text To Speech

જામનગરમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમા તસ્કરો આખેઆખો મોબાઈલ ટાવર ચોરી ગયા છે. જામગરમા એક પ્લોટમાં લગાવવામાં આવેલ મોબાઇલ ટાવર અને ગેઈટ સહિતનો મુદામાલ અજાણ્યા શખ્સો ચોરી કરીને ફરાર થઈ જવાની ઘટના સામે આવી છે.

મોબાઇલ ટાવર, લોખંડના ગેઈટ સહિતની ચોરી

સામાન્ય રીતે મોબાઇલ ટાવરમાંથી બેટરી, AC કે પછી સામાન્ય ચોરીની ઘણીબધી ઘટના વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ જામનગરમાં આખેઆખો મોબાઈલ ટાવર ચોરી થવાની ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર જામનગર જિલ્લાના કાલાવડના નવાગામે પ્લોટ ખાતે લગાવવામાં આવેલ મોબાઇલ ટાવર અને લોખંડનો ગેઈટ સહિતનો મુદામાલ લઈ તસ્કરો ફરાર થઈ ગયા હતા.

મોબાઈલ ટાવર-humdekhengenews

પોલીસે શરુ કરી તપાસ

આ સમગ્ર ઘટના અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચોરી કરનાર અજાણ્યા શખ્સોની શોધખોળ શરુ કરી છે. આ બાબતે પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ કાલાવડ તાલુકાના નવાગામે રણછોડ ભુટાભાઈ અકબરીના પ્લોટમાં લગવવામાં આવેલ જીટીએલ લી. કંપનીનો લોખંડનો 50 મીટર ઉંચાઇવાળો મોબાઈલ ટાવર તેમજ લોખંડના સળીયાવાળો ગેઇટ અને ફેનસિંગ તાર મળી કુલ 5.25 લાખનો મુદામાલ માર્ચ-2020 ની સાલથી જુન-2022 વચ્ચે ચોરી થઈ ગયો હતો. આ ટાવર ચોરીની કંપનીને પણ મોડેથી જાણ થઈ હતી અને આ બાબતે હાલ ફરીયાદ કરાતા પોલીસે અજાણ્યા શખ્સોની ભાળ મેળવવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ પણ વાંચો : મહાશિવરાત્રી પર ચાહકોને ભેટ, પ્રભાસ-દીપિકાએ ફિલ્મ ‘પ્રોજેક્ટ કે’ની રિલીઝ ડેટનું કર્યું એલાન

Back to top button