ઘરમાંથી નેગેટિવ વાતાવરણ દૂર કરો, બસ આ સરળ સ્ટેપ અજમાવો
ઘણીવખત એવુ થતુ હોય છે કે તમે ઘરની બહાર હો ત્યારે તમારુ મન બિલકુલ શાંત હોય અને વ્યવહાર પણ ઠીક ઠાક હોય, પરંતુ ઘરમાં ઘુસતા જ તમારુ મન અશાંત થવા લાગે છે. તમારા મનમાં ઉદાસી મહેસુસ થવા લાગે છે. સાથે સાથે તણાવ પણ તમને ઘેરી લે છે. તો તેનો અર્થ ચોક્કસ એ છે કે તમારા ઘરમાં કોઇ નેગેટિવીટી છે. તમારો ગુરૂ નબળો પણ હોઇ શકે છે. તેના લીધે તમારા ઘરની પોઝિટીવ એનર્જી ઘટી રહી છે. કેટલીક બાબતોનું ધ્યાન રાખીને તમે આ સમસ્યામાંથી બહાર આવી શકો છો.
ઘરનું વાતાવરણ પોઝિટીવ બનાવો
દરરોજ પૂજા સ્થાન પર દીપક પ્રગટાવો. આખા ઘરમાં ગુગળનો ઘુપ અને અગરબત્તી કરો. ઘરમાં પવિત્રતા લાવો. ગાયત્રી મંત્ર સાંભળો. વિષ્ણુ સહસ્ત્રનામ સાંભળો. સવારે અને સાંજે ભગવાનની આરાધના કરો. ઘરની નકારાત્મક ઉર્જા સમાપ્ત થઇ જશે.
ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન ખરાબ થતો હોય
જો ઘરમાં ઇલેક્ટ્રોનિક્સનો સામાન વારંવાર ખરાબ થતો હોય કે પછી બલ્બ, ટ્યુબલાઇટનો વારંવાર ફ્યુઝ ઉડી જતો હોય તો તેનો અર્થ એ છે કે રાહુ ખરાબ છે. આ સાથે જ દુર્ઘટનાઓની શક્યતાઓ વધી જાય છે. આવી સ્થિતિમાં ઘરના દરવાજા અને દરેક રૂમની બહાર લાલ સ્વસ્તિક લગાવી દો. ઇલેક્ટ્રોનિક સામાન પર પણ સ્વસ્તિક લગાવી શકો છે. ઘરમાં ગંદકી જમા થવા ન દો. કોશિશ કરો ઘર એકદમ સ્વચ્છ રહે.
ઘરમાં વારંવાર ઝધડો થવો
જો ઘરમાં કોઇ કારણ વગર ઝઘડા થતા હોય, વાદ વિવાદ વધી જતા હોય અને સંબંધો તુટવા સુધી વાત પહોંચી જતી હોય તો જાણજો પરિવાર માટે મંગળની સ્થિતિ સારી નથી. આ માટે ઘરમાં પર્યાપ્ત સુર્યપ્રકાશની વ્યવસ્થા કરો. સાથે શનિવારની સાંજે ઘરના બધા લોકો ભેગા મળીને સુંદરકાંડના પાઠ કરો અને હનુમાનજીની પુજા કરો. સવાર સાંજ હનુમાન ચાલીશાના પાઠ કરો. સાથે ઘરમાં લાલ રંગની વસ્તુઓનો ઉપયોગ પણ ઓછો કરો.
ઘરમાં કોઇ ને કોઇ બિમાર રહેતુ હોય
જો ઘરમાં કોઇને કોઇ વ્યક્તિ બિમાર રહેતી હોય સાથે દવાઓના ખર્ચા વધી રહ્યા હોય તો સમજજો ઘરમાં સુર્યનો પ્રભાવ નબળો છે. આ માટે રોજ સવારે ઘરમાં 108 વખત ગાયત્રીમંત્ર બોલો. ગાયત્રી મંત્રનો અવાજ ઘરમાં ગુંજવો જોઇએ. બંને સમય જમવાનુ પહેલા ભગવાનને ધરાવો, પછી જ જમો. ઘરમાં આવી રહેલી પરેશાનીઓ ઓછી થશે.
ઘરમાં સુખ-શાંતિ માટેના અન્ય ઉપાય
- ઘરમાં યોગ્ય રીતે સાફ સફાઇ કરો. કોશિશ કરો કે ઘરનો જુનો સામાન ઘરમાંથી ઉઠાવીને ફેંકી દો. નકામી વસ્તુઓ ઘરમાંથી બહાર નાંખી દો.
- એવો પ્રયાસ કરો કે જ્યાં પર્યાપ્ત માત્રામાં સુર્યપ્રકાશ આવતો હોય તેવા ઘરમાં રહો. કમ સે કમ 10 મિનિટ સુર્યના કિરણો ઘરમાં પડવા જોઇએ. અજવાળુ અને સુર્યના કિરણો સકારાત્મક ઉર્જા લાવે છે.
- વાસ્તુ મુજબ ઘરના કોણ મહત્ત્વના હોય છે. સાથે ઘરના રંગ પણ મહત્ત્વના છે. તમે ઇચ્છો તો રંગોથી આ આકારોને બદલી શકો છો.
- ઘરમાં સાત્વિક ભોજન કરો. સવાર સાંજ ભગવાનની ઉપાસના કરો. દીવો પ્રગટાવો, ભગવાનને પ્રાર્થના કરો કે તેમની કૃપા બધા પર બનેલી રહે.