સ્પોર્ટસ

વિરાટ કોહલને LBW આઉટ થવા પર બબાલ, થર્ડ અમ્પાયર પર ભડકી ટીમ

ભારતીયના સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની વિકેટ પર હંગામો. દિલ્હી ટેસ્ટના બીજા દિવસે વિરાટ કોહલી LBW આઉટ થયો. રિપ્લેમાં બેટ-પેડ દેખાઈ રહ્યું હતું જેમાં બોલ પહેલા બેટ પર અને ત્યારબાદ પેડ પર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. જેના લીધે ભારતીય ફેંસ સહિત ભારતીય ટીમ નારાજ થઇ હતી અને થર્ડ અમ્પાયર પર ચીટિંગનો આરોપ લગાવ્યો હતો.

બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ દિલ્હી ખાતે રમાઈ રહી છે જેમાં બીજા દિવસે આજે વિરાટ કોહલીની વિકેટ પર હંગામો થયો હતો. જેવી રીતે તેને આઉટ આપવામાં આવ્યો હતો, એ સંદર્ભે પ્રશ્ન ઉભો થાય છે. આ નિર્ણયથી વિરાટ કોહલી, ટીમ મેનેજમેન્ટ તેમજ ફેંસ નારાજ થયા હતા.

ભારતની ઇનિંગ્સની 50મી ઓવર ચાલી રહી હતી. જયારે મેથ્યુ કુન્હેનમેને વિરાટ કોહલી સામે બોલિંગ કરી ત્યારે બોલ પેડ પર અડક્યો અને અમ્પાયરે LBW આઉટ આપી દીધો. વિરાટ કોહલીએ જયારે રીવ્યુ લીધો ત્યારે રીવ્યુમાં બોલ પ્રથમ બેટ પર અને ત્યારબાદ પેડ સાથે અડક્યો. પરંતુ સ્પષ્ટ જોઈ શકાતું ન હોવાથી અને અમ્પાયર કોલ હોવાથી આઉટ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : વિરાટ કોહલી-રવિન્દ્ર જાડેજાનો ફેન બન્યો ‘Pathaan’, કહ્યું- ‘મને પણ ડાન્સ શીખવો’

જયારે થર્ડ અમ્પાયરે આઉટ આપ્યો ત્યારે વિરાટ કોહલી ગુસ્સે થયો અને અસંતોષ વ્યક્ત કરતા કરતા પવેલિયન તરફ ગયો. ડ્રેસિંગ રૂમમાં બેઠેલ ટીમ મેનેજમેન્ટ પણ અમ્પાયરના આ નિર્ણયથી નારાજ થયા હતા. કોચ રાહુલ દ્રવિડ અને બેટિંગ કોચ વિક્રમ રાઠોડ પણ થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી નારાજ થયા હતા.

ભારતીય ટીમ સંકટમાં હતી અને વિરાટ કોહલી આ સંકટમાંથી ઉગારવા માટે મહેનત કરતો હતો. વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા સાથે મળી ઇનિંગ્સને આગળ વધારી રહ્યો હતો. આ ઇનિંગ્સમાં વિરાટ કોહલીએ 84 બોલમાં 44 રણ બનાવ્યા હતા. જેમાં 4 ચોક્કા માર્યા હતા.

આ પણ વાંચો : ICC ODI રેન્કિંગઃ વિરાટ કોહલીની ટોપ 5માં એન્ટ્રી, સિરાજ ત્રીજા નંબરે પહોંચ્યો

વિરાટ કોહલીની વિકેટ પર ઘણો હંગામો થયો, દિગ્ગજો દ્વારા પણ અમ્પાયરના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. વસીમ જાફરે ટ્વીટ કરીને લખ્યું કે આ તેમના માટે નોટ આઉટ છે. કારણકે બોલ પહેલા બેટ પર અને ત્યારબાદ પેડને અડક્યો. વિરાટ કોહલી સિવાય ભારતીય ટીમના બધા બેટ્સમેન આઉટ ઓફ ફોર્મ દેખાય છે. કોહલી સિવાય કોઈ લાંબી ઇનિંગ્સ નથી રમી શક્યું.

Back to top button