IPL-2023સ્પોર્ટસ

RCB એ આ મહિલા ખેલાડીને કેપ્ટનની જવાબદારી સોંપી

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL (IPL-2023) ની આગામી સિઝન માટે કાર્યક્રમ જાહેર કરી દીધો છે. સીઝનની પ્રથમ મેચ 31 માર્ચે રમાશે. પરંતુ IPL પહેલા ભારતમાં પ્રથમ વખત મહિલા IPL (WPL 2023) રમાશે. આ દરમિયાન આરસીબીએ પોતાની ટીમના કેપ્ટનની નિમણૂક કરી છે. મહિલા પ્રીમિયર લીગને લઈને ભારતમા ખૂબ જ ઉત્સાહ છે. WPL આખરે કોને રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) ટીમની જવાબદારી સોંપવામાં આવી અને ક્યાં ક્યાં મહિલા ખેલાડી ટીમમાં સામેલ છે તે જોઈએ.

RCBએ આ ખેલાડીને કેપ્ટન બનાવી

મહિલા પ્રીમિયર લીગ (WPL 2023 ઓક્શન)ની હરાજીમાં ટીમ ઈન્ડિયાની સ્ટાર સ્મૃતિ મંધાનાને રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે 3 કરોડ 40 લાખમાં પોતાની ટીમમાં સામેલ કરી હતી. જે WPL હરાજી 2023માં સૌથી મોઘી ખેલાડી છે. સ્મૃતિ મંધાનાને હવે RCB ટીમની કેપ્ટન બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : ઐતિહાસિક ક્ષણ : WPL હરાજીમાં ખેલાડીઓના નામ આવતાં શું હતો ભારતીય ડ્રેસિંગ રૂમનો માહોલ ? જુઓ વીડિયો

વિરાટ કોહલી-ફાફ ડુપ્લેસીએ જાહેરાત કરી

ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી કેપ્ટન વિરાટ કોહલી અને વર્તમાન કેપ્ટન ફાફ ડુપ્લેસીએ સ્મૃતિ મંધાનાની કેપ્ટન તરીકે નિમણૂંકની જાહેરાત કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસીએ કેપ્ટનશિપની જાહેરાત કરી છે.

આ પણ વાંચો : જાણો WPLની ટીમને લેવા માટે કેટલા રૂપિયા થયો ખર્ચ અને તેના માલિકો વિશે

ભારતીય ટીમની  મહત્વની ખેલાડી

26 વર્ષની સ્મૃતિ મંધાનાએ ભારત તરફથી અત્યાર સુધીમાં 112 T20 મેચ રમી છે. સ્મૃતિ મંધાનાએ આ મેચોમાં 27.33ની એવરેજથી 2651 રન બનાવ્યા છે. સાથે જ ટીમ ઇન્ડિયા માટે અત્યાર સુધીમાં 77 વનડે રમી ચુકી છે, જેમાં 42.68ની એવરેજથી 3073 રન બનાવ્યા છે. સ્મૃતિ મંધાના 4 ટેસ્ટ પણ રમી છે જેમાં 325 રન બનાવ્યા છે.

આ પણ વાંચો : IPL-2023 : 31 માર્ચથી શરૂ, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ અને ક્યારે છે તમારી ફેવરિટ ટીમની મેચ ? 

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ

સ્મૃતિ મંધાના રૂ. 3.40 કરોડ, ઋચા ઘોષ રૂ. 1.90 કરોડ, એલિસ પેરી રૂ. 1.70 કરોડ, રેણુકા સિંહ રૂ. 1.50 કરોડ, સોફી ડેવિને રૂ. 50 લાખ, હીથર નાઈટ રૂ. 40 લાખ, મેગન શુટ રૂ. 40 લાખ, કનિકા આહુજા રૂ. 35 લાખ, ડેન વૈન નિકર્ક રૂ. 30 લાખ, એરિન બર્ન્સ રૂ. 30 લાખ, પ્રીતિ બોસ રૂ. 30 લાખ, કોમલ જંજાદ રૂ. 25 લાખ, આશા શોભના રાવ રૂ. 10 લાખ, દિશા કાસત રૂ. 10 લાખ, ઇન્દ્રાણી રાય રૂ. 10 લાખ, પૂનમ ખેમનાર રૂ. 10 લાખ, સહાના પવાર રૂ. રૂ. 10 લાખ, શ્રેયંકા પાટીલ રૂ. 10 લાખ.

Back to top button