નેશનલ

દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા ચિત્તા વાયુસેનાના ખાસ હેલિકોપ્ટર દ્વારા કુનો પાર્ક પહોંચ્યા

Text To Speech

દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા 12 ચિત્તા કુનો નેશનલ પાર્કમાં પહોંચી ગયા છે. તેમને ગ્વાલિયર વાયુસેના સ્ટેશનથી વાયુસેનાના Mi -17 હેલિકોપ્ટરમાં કુનો પાર્ક લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા.

વાયુસેનાના ખાસ હેલિકોપ્ટરમાં આવ્યા ચિત્તા

ભારતમાં ચિત્તાના પુનર્વસનના ઇતિહાસનો બીજો અધ્યાય આજે એટલે કે શનિવારે ઉમેરવા જઈ રહ્યો છે. નામિબિયાના આઠ ચિત્તાને મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં લાવવામાં આવ્યાના માત્ર પાંચ મહિના બાદ દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવી રહેલા 12 ચિત્તા ભારતીય વાયુસેનાના Mi-17 હેલિકોપ્ટરમાં મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પહોંચ્યા છે.

દક્ષિણ આફ્રિકાથી ચિત્તા-humdekhengenews

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિતના મંત્રીઓ રહ્યા હાજર

શુક્રવારે વાયુસેનાનું ખાસ વિમાન દક્ષિણ આફિક્રાથી ચિત્તાઓને લઈને આવવા નિકળ્યું હતુ જે આજે સવારે 10 વાગ્યે ગ્વાલિયરના મહારાજપુરા એર ટર્મિનલ પર ઉતર્યું હતું. ત્યાર પછી સવારે 11 વાગ્યે ત્રણ હેલિકોપ્ટર ચિત્તાને લઈને કુનો નેશનલ પાર્ક પહોંચ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેન્દ્રીય વન અને પર્યાવરણ પ્રધાન ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, રાજ્યના વન મંત્રી કુંવર વિજય શાહ ચિત્તાને ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં મુક્ત કરશે.

શિવરાજ સિંહ ચૌહાણે પીએમ મોદીનો આભાર માન્યો

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “કુનો નેશનલ પાર્કમાં આજે ચિત્તાની સંખ્યા વધવા જઈ રહી છે. હું પીએમ મોદીનો દિલથી આભાર માનું છું, આ તેમનું વિઝન છે. કુનોમાં 12 ચિત્તાઓનું પુનર્વસન કરવામાં આવશે, ત્યારબાદ ચિત્તાની કુલ સંખ્યા 20 થશે. ”

આ પણ વાંચો : એસટી બસમાં મુસાફરી કરતા હોય તો આ ખાસ વાંચો, આ તારીખે સેવાઓ રહેશે બંધ

Back to top button