CBIએ ફરી એકવાર દિલ્હીના ડેપ્યુટી સીએમ અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને સમન્સ જારી કર્યું છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કર્યું હતું કે તેમને CBI દ્વારા રવિવારે હેડક્વાર્ટરમાં બોલાવવામાં આવ્યા છે. આ રાષ્ટ્રીય રાજધાની માટે આબકારી નીતિની રચના અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચાર સાથે સંબંધિત છે. સિસોદિયાએ ટ્વીટ કર્યું કે CBIએ મને કાલે ફરીથી બોલાવ્યો છે. તેઓએ મારી વિરુદ્ધ ED અને CBIની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કર્યો છે. અધિકારીઓએ મારા ઘરે દરોડા પાડ્યા, મારા બેંક લોકરની તલાશી લીધી પરંતુ મારી સામે કંઈ મળ્યું નહીં. મેં દિલ્હીમાં બાળકો માટે સારા શિક્ષણની વ્યવસ્થા કરી છે. તેઓ મને રોકવા માંગે છે. મેં હંમેશા તપાસમાં સહકાર આપ્યો છે અને કરતો રહીશ.
આ પણ વાંચો : YSRCP સાંસદ મગુન્થા શ્રીનિવાસુલા રેડ્ડીના પુત્રની દિલ્હી દારૂ કૌભાંડમાં ધરપકડ
सीबीआई ने कल फिर बुलाया है. मेरे ख़िलाफ़ इन्होंने CBI, ED की पूरी ताक़त लगा रखी है, घर पर रेड, बैंक लॉकर तलाशी, कहीं मेरे ख़िलाफ़ कुछ नहीं मिला
मैंने दिल्ली के बच्चों के लिए अच्छी शिक्षा का इंतज़ाम किया है। ये उसे रोकना चाहते हैं।
मैंने जाँच में हमेशा सहयोग किया है और करूँगा.— Manish Sisodia (@msisodia) February 18, 2023
સીબીઆઈએ ગયા વર્ષે ઓગસ્ટમાં સિસોદિયા અને અન્ય 14 લોકો વિરુદ્ધ 120B (ગુનાહિત ષડયંત્ર) અને 477A (રેકર્ડની બનાવટી) અને IPCની કલમ 7 સહિતની વિવિધ કલમો હેઠળ સિસોદિયા અને અન્ય 14 વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાએ ગયા વર્ષે નવેમ્બરમાં બહાર પાડવામાં આવેલી દિલ્હી એક્સાઇઝ પોલિસીની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાઓની સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.