ગુજરાતમાં સરકારી ભરતીના પેપર ફૂટવાની ઘટનાને રોકવા માટે સરકાર કડક કાયદો બનાવવાની સાથે પરીક્ષાની ભરતી પ્રક્રિયામાં પણ મોટા ફેરફાર કરવાની વિચારણા કરી રહી છે. અને તે માટે નિષ્ણાંતોના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે. પેપર લીકની ઘટનાઓ રોકવા માટે કડક કાયદો બનાવવા માટે આગામી બજેટ સત્રમાં બીલ લાવે તેવી સંભાવના વર્તાઈ રહી છે.
આ પણ વાંચો: “પાણી ઘીની માફક વાપરવું” ગુજરાતમાં ભૂગર્ભ જળની સૌથી ગંભીર સ્થિતિ આ જિલ્લાઓમાં
ભરતી પ્રક્રિયામાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે
પેપર લીક કરનાર અને પેપર લીકની ઘટના સાથે સંકાળેયેલા લોકો સામે કડક પગલા ભરાય અને તેમને સજા મળે તેવી જોગવાઈઓ કરવા માટે આગામી બજેટ સત્રમાં બીલ પાસ કરવામાં આવશે. આ સિવાય ભરતી પ્રક્રિયામાં પણ મોટા ફેરફાર કરવામાં આવશે. જેમાં નગરપાલિકાઓ દ્વારા યોજવામાં આવતી ભરતી પણ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં વિચારણા ચાલી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCને છેલ્લા ચાર દિવસમાં રૂ.37 કરોડની આવક થઇ, જાણો કેવી રીતે
લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા બે દિવસ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી હતી. જે બાબતે ગઈકાલ હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને તલાટીને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. પરંતુ તે માટે પુરતા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો મંગાવવામાં આવી હોવાની વાત કરી છે. અને આ વિગતો આવ્યા બાદ નવી તારીખ જાહેર કરવાની વાત કરી હતી. જોકે સમાચાર પ્રમાણે સરકાર ઉમેદવારની સંખ્યાને ધ્યાનમાં લઈ સરકારની વિચારણા છે તેથી તલાટીની ભરતી પરીક્ષા બે તબક્કામાં યોજાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો: વડોદરા: શિવરાત્રિના પર્વે શિવ પરિવારની 8.5 ટનની નયનરમ્ય પ્રતિમા જોવા ભક્તોની ભીડ જામી
પેપર લીકની ઘટનાઓ રોકવા માટે કડક કાયદો બનાવવામાં આવશે
હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને તલાટીને લેખિત પરીક્ષાની સંભવિત તારીખ 23 એપ્રિલ જાહેર કરવામાં આવી છે. પરંતુ તે માટે પુરતા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તેની વિગતો મંગાવવામાં આવી હતી. જે બાબતે મળતા સમાચાર પ્રમાણે ઉમેદવારની સંખ્યાને ધ્યાનમાં લઈ સરકારમાં નવી વિચારણા ચાલી રહી છે કે તલાટીની ભરતી પરીક્ષા બે તબક્કામાં યોજાવી. ત્યાર બાદ પ્રથમ તબક્કામાં પાસ થનાર ઉમેદવાર બીજી પરીક્ષા આપી શકશે તેવી નવી યોજના બનાવી રહી છે. આ સાથે નવી ભરતી પ્રક્રિયા બાબતે નવી પોલીસી બનાવવાની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. અને આગામી સમયમાં તલાટીની ભરતી પરીક્ષા બે તબક્કામાં યોજાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો: સુરત: GST વિભાગની બોગસ પેઢીઓ પર તવાઇ, રાજ્યવ્યાપી અભિયાન શરુ
યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ન થાય
વારંવાર પેપર લીકની થવાની ઘટના રોકવા માટે સરકાર નવો કાયદો લાવવાની સાથે ભરતી પ્રક્રિયામાં પણ ફેરફાર કરી રહી છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવી શકે છે. છેલ્લા કેટલાક સમયથી નાની-મોટી પરીક્ષાઓમાં સતત પેપર લીકની ઘટનાઓ બનતી હોવાથી સરકાર મહત્વ નિર્ણય લઈ શકે છે. જેથી યુવાનોના ભવિષ્ય સાથે ચેડા ન થાય અને સરકારની છબી પણ ખરાબ ન થાય.