ગુજરાત

અમદાવાદ: AMCને છેલ્લા ચાર દિવસમાં રૂ.37 કરોડની આવક થઇ, જાણો કેવી રીતે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છેલ્લા ચાર દિવસમાં રૂપિયા 37 કરોડની આવક થઇ છે. જેમાં પાણી, ગટર જોડાણો કાપવા કવાયત હાથ ધરવામાં આવી છે. તેમાં AMCની ઐતિહાસિક સીલિંગ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં 4.564 મિલકત સીલ કરાઇ છે. તથા રૂપિયા 15 કરોડના વેરાની વસૂલાત કરાઇ છે.

એક જ દિવસમાં રૂ. 15 કરોડની ટેક્ષની આવક થઈ

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1761 મિલકતો સીલ કરાઇ છે. તેમજ અમદાવાદમાં ડોક્ટર હાઉસ, સહજાનંદ, અંકુર શોપિંગ, વગેરેમાં સીલ મારવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા મિલકતવેરાના બાકી લેણાંની વસૂલાત માટે શહેરના તમામ ઝોનમાં સઘન સીલિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને એક જ દિવસમાં પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 1.71 મિલકત સહિત કુલ 4.564 મિલકતો ‘સીલ’ કરવામાં આવી છે. AMCને શુક્રવારે એક જ દિવસમાં રૂ. 15 કરોડની ટેક્ષની આવક થઈ છે અને મ્યુનિને છેલ્લા 4 દિવસમાં રૂ. 37 કરોડની આવક થઈ છે. મ્યુનિ. દ્વારા જૂની અને નવી ટેક્ષ ફોર્મ્યુલા હેઠળ અંદાજે રૂ. 3,૦૦૦ કરોડથી વધુ રકમનો બાકી વેરો વસૂલવા માટે 100 ટકા વ્યાજ માફીની સ્કીમ અમલમાં મુકવામાં આવી છે અને વ્યાજ માફીની સ્કીમ સાથે સાથે પાણી ગટરના જોડાણો કાપવા અને મિલકતોની હરાજી કરવાની કવાયત હાથ ધરાઈ છે.

આ પણ વાંચો: મહાશિવરાત્રિ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી, ફરાળ માટેની સામગ્રીના વેચાણમાં વધારો 

મિલકતો સીલ કરીને રૂ. 415 કરોડનો ટેક્ષ વસૂલ કર્યો

મ્યુનિ. દ્વારા બાકી ટેક્ષના નાણાં વસૂલવા માટે બાકીદારોની મિલકતો સીલ કરવા ટ્રીગર ઝૂંબેશ હાથ ધરી છે. શહેરના પશ્ચિમ ઝોનમાં પાર્ક એવન્યુ. સુમેરૂ કોમ્પ્લેક્સ, ડોક્ટર હાઉસ, સહજાનંદ કોમ્પ્લેક્સ, નક્ષત્ર આર્કેડ, અંકુર શોપિંગ સેન્ટર, સેફાયર કોમ્પ્લેક્સ, સુપર મોલ, વગેરેમાં મિલકતો સીલ કરીને રૂ. 415 કરોડનો ટેક્ષ વસૂલ કર્યો છે. ઉત્તર પશ્ચિમ ઝોનમા નારાયણ એક્જોટિકા, સ્મિત ટાવર, કલાસાગર મોલ, સૂર્યા કોમ્પ્લેક્સ, ધ કેપિટલ, ઝોડિયાક સ્કવેર વગેરેમાં 739 મિલક સીલ કરાઈ છે. પૂર્વ ઝોનમાં મારૂતિ કોમ્પ્લેક્સ, ગણએશ પ્લાઝા, રાધે ચેમ્બર, મારૂતિ એસ્ટેટ, ગોલ્ડન પેલેસ વગેરેમાં 720 મિલકત સીલ કરાઈ છે. જ્યારે મધ્ય ઝોનમાં પાંચ કૂવા, ઢાળની પોળ, પટવા શેરી, ટંકશાળ, ગુજરાત જીનિંગ, દૂધેશ્વર, હલીમની ખડકી, વગેરેમાં 246 મિલકત સીલ કરાઈ છે.

આ પણ વાંચો: ગુજરાત: સામાન્ય માણસના ઘરનું બજેટ ખોરવાયું, સિંગતેલના ભાવમાં ભડકો

શક્તિ ચેમ્બર, શાયોના આર્કેડ, નારાયણ એસ્ટેટ વગેરેમાં 350 મિલકત સીલ

ઉત્તર ઝોનમાં એગ્રો ઈન્ડ એસ્ટેટ, સમર્થ નગર, નરોડા GIDC, શક્તિ ચેમ્બર, શાયોના આર્કેડ, નારાયણ એસ્ટેટ વગેરેમાં 350 મિલકત સીલ કરાઈ છે. દક્ષિણ ઝોનમાં અંબાનગર, CIM ચાર રસ્તા, પરિક્ષિતલાલનગર, બેરલ માર્કેટ, શાહઆલમ, સ્વસ્તિક મિલ, યમુનાજીનગર, વગેરેમાં 440 મિલતક સીલ કરાઈ છે. દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં ઈસ્કોન એમ્પોરિયમ, ટિટેનિયમ સિટી સેન્ટર, શિવાલિક શિલ્પ, મારૂતિનંદન કોમ્પ્લેક્સ, સિગ્નેચર 2. વગેરેમાં 308 મિલકત સીલ કરાઈ છે.

આ પણ વાંચો: “પાણી ઘીની માફક વાપરવું” ગુજરાતમાં ભૂગર્ભ જળની સૌથી ગંભીર સ્થિતિ આ જિલ્લાઓમાં 

રૂ. 1ની ચૂકવણી કરીને તે મિલકત AMCના નામે ચઢાવવામાં આવશે

AMC દ્વારા વ્યાજ માફી રીબેટ સ્કીમના અમલની સાથે સાથે વારંવાર નોટિસો આપવા છતાં ટેન નહીં ભરનારા બાકીદારોની મિલ્કતો સીલ કરવા, પાણી- ગટરના જોડાણો કરવા અને વીજળીના જોડાણો કાપવા વીજળી કંપનીની મદદ લેવા તેમજ બાકીદારોની મિલકતોની હરાજી કરીને ટેક્ષના બાકી લેણાં વસૂલવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જો કોઈ મિલકત હરાજીથી લેવા માટે કોઈ આગળ નહીં આવે AMC દ્વારા રૂ. 1ની ચૂકવણી કરીને તે મિલકત AMCના નામે ચઢાવવામાં આવશે.

Back to top button