પાલનપુર : સુઇગામના જોરાવરગઢ પાસે ડમ્પરમાં આગ લાગી, કોઈ જાનહાની નહિ
પાલનપુર : બનાસકાંઠા જિલ્લાના ભાભર સુઇગામ નેશનલ હાઈવે ઉપર જોરાવરગઢના વાંઢીયાપુરા પાસે અચાનક ડમ્પરમાં આગ લાગી હતી. ડમ્પરમાં લાગેલી આગથી ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આગ લાગવાના પગલે વાંઢીયાપુરાના આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને લોકોએ પહેલાં પોતાના ઘરથી પાણી લાવીને આગ બુઝાવવાના પ્રયાસો કર્યા હતા.પરંતુ આગ વિકરાળ હતી.જેથી લોકોએ ટ્રેક્ટર અને ટેન્કરો દ્વારા આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
View this post on Instagram
જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. ડમ્પર ભાભર તાલુકાના કુવાળા ગામનું હોવાનું જાણવા મળ્યું હતું.જ્યારે રેતી ભરેલા ડમ્પરમાં આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી. આ આગની ઘટના સમયે ભાભર નગર પાલિકાનુ ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે પહોંચ્યું હતુ. અને આગ ઉપર પાણી નો મારો ચલાવ્યો હતો. ગામ લોકોએ પણ આગ બુઝાવવાના ભરપૂર પ્રયાસ કર્યા હતા.
આ પણ વાંચો : અંબાજી : શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ સુખરૂપ સંપન્ન, 3.31 લાખ લોકોએ કર્યા માતાજીના દર્શન