સ્પોર્ટ્સ ડેસ્કઃ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની IPL 2022 સમાપ્ત થયા બાદ પરિવાર સાથે સમય માણી રહ્યો છે. ધોનીની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ આ વખતે પ્લેઓફ માટે ક્વોલિફાઈ કરી શકી નથી. ધોની હંમેશા પોતાના વ્યવહાર અને ખેલદિલીવાળી ભાવનાથી લોકોના દિલ જીતી શક્યો છે. પરંતુ હવે કલાકારે પોતાની કલાથી માહીનું દિલ જીતી લીધું છે. ધોની એક કારીગરના પ્રેમમાં પડી ગયો છે, જેણે પોતાની કારીગરીથી કપડા પર તેની પુત્રી જીવા સાથે ધોનીની પેઇન્ટિંગ બનાવી છે.
Mr. Appusamy, a weaver from Chennimalai community, Erode, was running #OneStationOneProduct Handloom stall at Erode. An ardent cricket fan, he designed a cloth artwork with MS Dhoni and his daughter.
As the news reached Dhoni, he personally received the artpiece.@msdhoni pic.twitter.com/S9SgP0dSdU
— Darshana Jardosh (@DarshanaJardosh) June 4, 2022
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં ધોની પોતે તેની તસવીર હાથમાં પકડી રહ્યો છે. ધોનીએ આ કળાને કેપ્ચર કરીને ફોટો પડાવ્યો છે. થોડી જ વારમાં આ ફોટો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ ગયો હતો. રેલ્વે અને ટેક્સટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશે પણ આ ફોટો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. ફોટામાં ધોની કપડાં સાથે ઉભો જોવા મળે છે, જેના પર કલાકારે ધોની અને તેની પુત્રી ઝીવા ધોનીની તસવીર બનાવી છે.
આ ફોટોમાં ધોનીના ચહેરા પર સ્મિત છે, અને તે ઘણો ખુશ દેખાઈ રહ્યો છે. ખરેખર શ્રી. અપ્પુસામી, એક વણકર, ઈરોડમાં પોતાનો હેન્ડલૂમ સ્ટોલ ચલાવે છે. તેણે કપડા પર આર્ટવર્ક કરીને ધોની અને તેની પુત્રીનું પોટ્રેટ બનાવ્યું છે. જ્યારે ધોનીને આ સમાચાર મળ્યા ત્યારે તે અંગત રીતે તેને લેવા તેના સ્ટોલ પર પહોંચી ગયો હતો.
ઝારખંડના રાંચી જિલ્લાનો વતની, ધોની વિશ્વનો એકમાત્ર એવો કેપ્ટન છે જેણે ત્રણેય મોટા ICC ટાઇટલ જીત્યા છે. તેમની કપ્તાની હેઠળ ભારતે 2007માં T20 વર્લ્ડ કપ, 2011માં ODI વર્લ્ડ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી છે. ધોનીએ 2019માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તે હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે.