ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : શિવરાત્રી પર્વ નિમિત્તે “સ્વસ્તિક બાલમંદિર”માં બાળકો દ્વારા શિવ પૂજન કરાયું

પાલનપુર : શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ મા ભણતરની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. તે અનુરૂપ શિવરાત્રિ પૂર્વે શિવપૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોએ શિવલિંગ પર બીલીપત્ર,પુષ્પ તેમજ જળાભિષેક કરી શિવજીની પૂજા કરી હતી. બાળકો ઓમ નમઃ શિવાય, મૃત્યુંજય મંત્ર અને શિવ તાંડવના શ્લોકો બોલી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રાંગણને ભક્તિમય કરી દીધું હતું. આshivratri 2023 કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ આર.એમ પટેલ માધ્યમિક વિભાગના આચાર્ય મણીભાઈ સુથાર, મહેન્દ્રભાઈ પંચાલ, બાલમંદિર વિભાગનાં આચાર્યાં ર્શ્રીમતી દર્શનાબેન મોદી, સમગ્ર સ્ટાફગણ, તેમજ ઇગ્લિશ મીડિયમ નો સ્ટાફ હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

ભારતીય શિવભક્તોનું પવિત્ર પર્વ દરેક માસની ચૌદશને શિવરાત્રિ કહે છે, અને મહા માસની ચૌદશને મહાશિવરાત્રિ કહે છે. ચૌદમી તિથિના સ્વામી શિવ છે, તેથી શિવરાત્રિ દરેક મહિને આવી શકે. પરંતુ શિવરાત્રિ પાંચ પ્રકારની છે. દરેક રાત્રિને નિત્યશિવરાત્રિ કહે છે. દરેક સુદ ચૌદશની રાત્રિને પક્ષ શિવરાત્રિ કહે છે. દરેક વદ ચૌદશની રાત્રિને માસ શિવરાત્રિ કહે છે. યોગી પોતાની શક્તિથી જે શિવરાત્રિ ઉત્પન્ન કરે તેને યોગશિવરાત્રિ કહે છે. જ્યારે ગુજરાતી સંવત મુજબ મહા માસની અને મારવાડી સંવત મુજબ ફાગણની વદ ચૌદશને મહાશિવરાત્રિ કહે છે.

તે દિવસે રાત્રિના ચારે યામ જુદી જુદી પૂજા કરવામાં આવે છે. કથા શ્રવણ, બ્રહ્મભોજન તથા દીપદાન કરાય છે. ‘શિવરહસ્ય’માં જણાવ્યું છે કે ફાગણ વદ ચૌદશે શિવપૂજન કરવું. આ તિથિ ત્રિસ્પૃશા હોય એટલે કે સૂર્યોદય, પ્રદોષ અને રાત્રિ સુધી ફેલાયેલી હોય તો ઉત્તમ છે. તેમાં પણ મંગળવાર હોય તો સાક્ષાત્ શિવયોગ જ ગણાય, તેવો પુરાણોનો મત છે. આ દિવસે શિવપૂજન, જાગરણ અને વ્રત કરવામાં આવે તો પુનર્જન્મ નથી તેવો સ્કંદપુરાણનો મત છે. ચારેય વર્ણ, ચાંડાળ, સ્ત્રી–સૌ કોઈ આ વ્રત કરી શકે છે. શિવને સૌ કોઈની પૂજા ગ્રાહ્ય છે. ગરીબમાં ગરીબ પણ કરી શકે છે. વેદપાઠીને અને તાંત્રિકને પણ એનું મહત્વ છે. આનાથી સર્વ પ્રકારનાં પાપનો નાશ થાય છે, સુખોપભોગ પ્રાપ્ત થાય છે, મોક્ષ મળે છે. ધર્મશાસ્ત્રીય ગ્રંથ ‘મદનરત્ન’ જણાવે છે કે આ વ્રત નિત્ય છે અને કામ્ય છે. તે પ્રતિવર્ષ કરવાનું હોઈ નિત્ય છે. શિવપુરાણ આ વ્રત વિશે વિસ્તૃત માહિતી આપે છે. મત્સ્યપુરાણમાં શિવપાર્વતીનો સંવાદ છે. તેમાં શિવ પાર્વતીને કહે છે, ‘જે કોઈ પદ્ધતિસર આ વ્રત કરે છે તે મને ચોક્કસપણે સંતોષે છે. શ્રદ્ધાથી મને ખાલી બિલ્વપત્ર ચડાવે તોપણ મને સંતોષ થાય છે.’

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ મા ભણતરની સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. તે અનુરૂપ શિવરાત્રિ પૂર્વે શિવપૂજન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાળકોએ શિવલિંગ પર બીલીપત્ર,પુષ્પ તેમજ જળાભિષેક કરી શિવજીની પૂજા કરી હતી.બાળકો ઓમ નમઃ શિવાય, મૃત્યુંજય મંત્ર અને શિવ તાંડવના શ્લોકો બોલી સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રાંગણને ભક્તિમય કરી દીધું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંસ્થાના પ્રમુખ આર.એમ પટેલ માધ્યમિક વિભાગના આચાર્ય મણીભાઈ સુથાર , મહેન્દ્રભાઈ પંચાલ, બાલમંદિર વિભાગનાં આચાર્યાં ર્શ્રીમતી દર્શનાબેન મોદી, સમગ્ર સ્ટાફગણ, તેમજ ઇગ્લિશ મીડિયમ નો સ્ટાફ હાજર રહીને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.

આ પણ વાંચો : પાલનપુર: ડીસાના ઝેરડાથી સુજલામ- સુફલામ જળ સંચય અભિયાનનો પ્રારંભ

Back to top button