સુરત : પાનની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ, મુદામાલ સાથે આરોપીની ધરપકડ
સુરત : સુરત શહેરમાં દિવસેને દિવસે ને ઈ-સિગારેટનું ચલણ વધતું જાય છે.અને અનેક વખત સુરત શહેર માંથી ઈ-સિગારેટનું જથ્થો મળી પણ આવતો હોય છે. ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં પોલીસ હવે વધુ સર્તક બની છે.ત્યારે હવે સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી પાનની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ-સિગારેટનું વેચાણ કરનાર દુકાન માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે.
નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચાલવામાં આવી રહ્યું છે.
પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉન સુરતમાં સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન શરુ કરવામાં આવ્યું છે.ત્યારે હવે સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી પાનની દુકાનની આડમાં પ્રતિબંધિત ઈ સિગારેટનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.ત્યારે SOG એ દરોડા પાડીને ઈ સિગારેટનો જથ્થા સાથે પાનની દુકાન માલિકની પણ ધરપકડ કરવામાં આવી છે. પાનની દુકાનના માલિક પાસેથી કુલ 1.29 લાખનો મુદામાલ SOG દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુરત પોલીસ કમિશ્નરના ધ્યાને આવ્યું હતું કે શહેર વિસ્તારમાં કેટલાક પાનના ગલ્લામાં તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ઈ-સિગારેટ, ભારતીય હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ તથા ઈ-હુક્કાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.જેથી આવા દુકાનદારોને શોધી કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી હતી.
બાતમીને આધારે કાર્યવાહી
સુરત SOG પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગ દરમ્યાન બાતમી મળી આવી હતી. જેમાં વેસુ કેનાલ રોડ સ્વસ્તિક રેસીડેન્સીની બાજુમાં મની આર્કેડમાં આવેલા વિજય પાન નામની દુકાનમાં અગાઉ SOG પોલીસ દ્વારા રેઇડ કરી દુકાનમાંથી પ્રતિબંધિત ઈ સિગારેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.જેમાં દુકાનદાર વિજય ચોરસિયાને ઝડપી પાડ્યો હતો.અને કુલ 1.29 લાખની ઈ સિગારેટનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.જેમાં આરોપી ( વિજય ચોરસિયાને ) સામે વેસુ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી પણ માથાદીઠ દેવું 56,568/- રૂપિયા !