બિઝનેસ

નીલ મોહન કોણ છે ? જેને હાથમાં હશે YouTubeની કમાન

YouTubeના CEOએ રાજીનામુ આપ્યું છે અને હવે ભારતીય મૂળના નીલ મોહન YouTubeના નવા CEO બન્યા છે. વિશ્વના મોટી ટેક કંપનીઓના CEOમાં વધુ એક ભારતીયનું નામ જોડાયું છે. નીલ 2015થી YouTube માટે કામ કરી રહ્યા છે. નીલે YouTube TV, YouTube Music સહિત ઘણા મોટા પ્રોજેક્ટને લીડ કરી સારુ પ્રદર્શન કરી ચુક્યા છે. હવે તેમની YouTubeની ઉચ્ચ જવાબદારી આપવામાં અવી છે. આવો જાણીએ YouTubeના નવા CEO નીલ મોહન વિશેની મહત્વપૂર્ણ વાતો.

YouTube આજે ખૂબ જ લોકપ્રિય થયું છે. દરેક લોકો હાલના સમયમાં જ્ઞાનમાં વધારો કરવા માટે YouTubeનો ઉપયોગ કરી રહ્યા છે તેમજ પોતાની YouTube ચેનલ બનાવી કમાણી પણ કરી રહ્યા છે. પરંતુ આ YouTubeના CEO કોણ છે તેની જાણકારી પણ રાખવી જરૂરી છે. આજે ભારતીય લોકોનો વિશ્વની ટેક કંપનીઓમાં ઉચ્ચ સ્થાનોમાં દબદબો છે. માઈક્રોસોફ્ટ, ગૂગલ હોય કે પછી IBM દરેક ટેક કંપનીઓમાં ભારતીય અથવા ભારતીય મૂળના લોકો ઉચ્ચ સ્થાને છે. હાલમાં વધુ એક ભારતીય મૂળના નીલ મોહનનું નામ આ યાદીમાં જોડાઈ ગયું છે.

આ પણ વાંચો : તમારા બાળકો ‘Youtube’ વાપરે છે ? વચ્ચે આવતા ખરાબ વીડિયોને કરો સરળ રીતે ‘Block’

9 વર્ષ YouTubeના CEO રહેલા Susan Wojicikiએ કંપનીના CEO પદથી રાજીનામુ આપી દીધું છે. Susan Wojiciki એ એક લેટર લખીને રાજીનામની જાણકારી આપી છે. લેટરમાં તેમણે જણાવ્યું કે તેઓ જિંદગીનું નવું પ્રકરણ લખવા જઈ રહ્યા છે. પોતાના પરિવાર, સ્વાસ્થ્ય અને ખાનગી પ્રોજેક્ટ બાબતે નવું કામ કરશે. રાજીનામું આપ્યા બાદ નવા CEO તરીકે ભારતીય મૂળના નીલ મોહનની પસંદગી કરવામાં આવી છે. નીલ છેલ્લા ઘણા સમયથી YouTubeમાં કામ કરી રહ્યો છે અને કંપનીમાં સારી એવી જવાબદારી પણ નિભાવી રહ્યા હતા. આવો જાણીએ નીલ મોહન વિશેની મહત્વપૂર્ણ વાતો….

આ પણ વાંચો : સિદ્ધુ મુસેવાલાનું છેલ્લું ગીત ‘SYL’ YouTube પરથી હટાવાયું, 27 મિલિયનથી વધુ વ્યૂઝ

YouTubeના નવા CEO નીલ મોહન વિશેની મહત્વપૂર્ણ વાતો

* નીલ મોહન સ્ટેનફોર્ડ યુનિવર્સીટીથી ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગમાં સ્નાતક થયા છે.
* વર્ષ 2018માં Googleમાં જોડાયા.
* વર્ષ 2015માં YouTubeના ચીફ પ્રોડક્ટ ઓફિસર બન્યા.
* YouTubeના ઘણા પ્રોજેક્ટમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી. ટોપ નોચ પ્રોડક્ટ UX ટીમ તૈયાર કરી.
* YouTube TV, YouTube Music અને Shorts સહિતના લોન્ચિંગમાં નીલ મોહન અને તેની ટીમનો મહત્વનો રોલ રહ્યો છે .
* નેલે અગાઉ માઈક્રોસોફ્ટ સાથે કામ કર્યું છે.
* લગભગ 6 વર્ષ DoubleClick માટે કામ કર્યું.
* વર્ષ 2007માં Google સાથે જોડાયા.
* 8 વર્ષ સુધી Google સુધી Googleની ડિસ્પ્લે અને વિડીયો એડવરટાઈઝમેન્ટના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કામ કર્યું.

આ પણ વાંચો : Netflixના સહ-સ્થાપક રીડ હેસ્ટિંગ્સે CEO પદેથી આપ્યું રાજીનામું

કોણ છે નીલ મોહનની પત્ની ?

YouTubeના નવા CEO નીલ મોહન ભારતીય મૂળના અમેરિકન છે અને તેમણે હિમા સરીન મોહન સાથે લગ્ન કર્યા છે. YouTubeના CEO બનતા તે હવે ભારતીય મૂળના CEOની યાદીમાં સામેલ થઇ ગયા છે. આ યાદીમાં માઈક્રોસોફ્ટના CEO સત્યા નંદેલા, Adobeના CEO શાંતનું નારાયણ અને Alphabetના CEO સુંદર પીચાઈ પણ સામેલ છે.

આ પણ વાંચો : ChatGPT અને Google બાદ ચેટબોટ જંગમાં ચીનની એન્ટ્રી, જાણો કયું ચેટબોટ આવશે

જયારે Googleએ આપ્યા 10 કરોડ ડોલર

વર્ષ 201૩ના એક રીપોર્ટ અનુસાર, Googleએ નીલ મોહનને 10 કરોડ ડોલરના સ્ટોક્સ આપ્યા હતા. Google આ નિર્ણય નીલ મોહનને Twitterમાં જતા રોકવા માટે 10 કરોડ ડોલરના સ્ટોક્સ આપ્યા હતા. DoubleClickના CEO અને એકઝેકયુંટીવ David Rosenblattએ વર્ષ 2010માં Twitter જોઈન કર્યું હતું.

રીપોર્ટ અનુસાર નીલ મોહનને એ સમયે Twitterના ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકે જોઈન થવાની ઓડર આપી હતી, પરંતુ તેમને પોતાના જુના બોસ David Rosenblattને આ ઓફર માટે ઇનકાર કરી દીધો હતો. કારણકે એ સમયે Google તેમને 10 કરોડ ડોલરના સ્ટોક્સ આપ્યા હતા.

Back to top button