ટોપ ન્યૂઝસ્પોર્ટસ

BCCIના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ 40 જ દિવસમાં કેમ છોડવું પડ્યું પદ ?

Text To Speech

ભારતીય ક્રિકેટ બોર્ડના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માની મુશ્કેલી વધી ગઈ છે. માત્ર 40 દિવસમાં જ તેમનો આ કાર્યકાળ સમાપ્ત થઇ ગયો છે. ચેતન શર્માએ પોતાનું રાજીનામું BCCI સચિવ જય શાહને મોકલ્યું હતુ જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. તાજેતરમાં ચેતન શર્માનું એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું હતુ જે બાદ વિવાદ થયો હતો.

નોંધનીય છે કે, ચેતન શર્મા 7 જાન્યુઆરી 2023માં જ BCCI ના ચીફ સિલેક્ટર બન્યા હતા. જે પછી ટીમના વિવિધ ખેલાડીઓના ફિટનેસ અંગે અને ટીમમાં તેમની પસંદગી ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠી રહ્યા હતા. આ વચ્ચે એક ટીવી ચેનલ દ્વારા ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના મુખ્ય પસંદગીકાર ચેતન શર્માના સ્ટિંગ ઓપરેશનમાં પસંદગી સાથે જોડાયેલા મુદ્દાનો ખુલાસો કરવાને કારણે વિવાદમાં ફસાયા હતા.

Chetan Sharma - Hum Dekhenge News
ચેતન શર્મા

આ મામલે BCCI એ તાજેતરમાં જ ચેતન શર્માને બીજી વખત પસંદગી સમિતીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. આ પહેલા તેમણે ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ક્રિકેટ ટીમના ખરાબ પ્રદર્શનને કારણે પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : BCCI ના પસંદગીકારના સ્ટિંગ વીડિયોથી ખળભળાટ, શું બની છે સમગ્ર ઘટના ?

સ્ટિંગ ઓપરેશનમાં ચેતન શર્માએ ઘણાં આરોપ લગાવ્યા હતા, જેમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓ પર આક્ષેપ લગાવતા બતાવવામાં આવ્યા છે, કથિત રીતે કોચ રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી સાથે વાતચીતનો પણ ખુલાસો કર્યો હતો. ચેતન શર્માએ આરોપ લગાવ્યો કે ખેલાડી 80થી 85 ટકા ફિટ થવા છતા ક્રિકેટમાં જલ્દી વાપસી માટે ઇંજેક્શન લે છે.

આ પણ વાંચો : BCCI ની સમીક્ષા બેઠક : IPL-વર્લ્ડ કપથી લઈ ખેલાડીઓની ફિટનેસ માટે લેવાયા સૌથી મહત્વના નિર્ણયો

Back to top button