GCCI, GPCB અને GDMA દ્વારા ઔદ્યોગિક પ્રદુષણ નિકાલ વિષય પર સેમીનારનું આયોજન
ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GDMA)ના સંયુક્ત ઉપક્રમે CTE અને CCA માટે અરજી કરવા માર્ગદર્શન પૂરું પાડતી માર્ગદર્શિકા નું અનાવરણ, ઈ-ગવર્નન્સ પ્લેટફોર્મ XGN થકી ઓનલાઇન સેવાઓ નું લોન્ચિંગ તેમજ કાપડ ઉદ્યોગ થકી પ્રદૂષણની અસર અને તેના નિવારણ માટે વિવિધ નવીનતમ તકનીકો વિશેના એક સુંદર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : GCCI દ્વારા અમદાવાદ શહેરના ભવ્ય વારસાની ઉજવણી કરાઈ
આ સેમિનારમાં વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ અતિથિવિશેષ તરીકે રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ અધિક મુખ્ય સચિવ અરુણ કુમાર સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. GCCI ના પ્રમુખ પથિક પટવારીએ આવેલ મહેમાનોનું સ્વાગત કરી સંબોધન કર્યું હતું. જેમાં ક્લાઈમેટ અવેરનેસ અને ક્લાઈમેટ પ્રોટેક્શન વિશે વાત કરી હતી. સરકાર, ઉદ્યોગો, એનજીઓ અને કાનૂની સમુદાય સહિત તમામને સયુંકત રીતે ફરજ સમજી કામ કરવા પર ભાર મુક્યો છે. વધુમાં COP 26 અને COP 27 દરમિયાન માનનીય વડાપ્રધાનશ્રીએ તેઓની વિઝનમાં ટિપ્પણી કરી છે કે આપણે વર્ષ 2030 સુધીમાં કાર્બન નિર્ભરતામાં 50% ઘટાડો કરીશું અને વર્ષ 2070 સુધીમાં આપણે કાર્બન તટસ્થ બનીશું. આ માત્ર સામૂહિક પ્રયાસો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય છે.
આ પણ વાંચો : કેબિનેટ મંત્રી મૂળુ બેરાએ પ્રવાસન મંત્રી તરીકેનો કાર્યભાર સાંભળ્યો,જાણો શું કહ્યું
મુખ્ય મહેમાન તરીકે ખાસ ઉપસ્થિત રહેલ વન અને પર્યાવરણ કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ અતિથિવિશેષ માનનીય રાજ્ય, વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે રાજ્યસરકારની પર્યાવરણ સંરક્ષણ પરત્વે પ્રતિબદ્ધતાની વાત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પર્યાવરણ સુરક્ષા આપણા સૌની ભવિષ્યની પેઢી પરત્વેની નૈતિક ફરજ છે. સાથે સાથે ગુજરાત ઔદ્યોગિક વિકાસના માર્ગ પર તીવ્ર ગતિએ આગળ વધી રહેલ છે અને બધાજ સ્ટેકહોલ્ડર્સ માટે જરૂરી છે કે આપણે તમામ નાવીન્યતા સભર ઉપાયોનો અભ્યાસ કરી તેનો ત્વરિત અમલ કરી આ બાબતે સંતુલન સાધવા પ્રયત્નશીલ થવું પડશે.
આ પણ વાંચો : I2U2 સમિટ: PM મોદીએ કહ્યું – અમે વૈશ્વિક સ્તરે ઉર્જા સુરક્ષા, ખાદ્ય, આર્થિક વૃદ્ધિમાં મહત્વપૂર્ણ યોગદાન આપીશું
GPCBના ચેરમેન આર.બી. બારડ તેમજ ગુજરાત સરકાર, વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણ કુમાર સોલંકીએ પણ પોતાના વિચારો વ્યક્ત કરતાં ખાસ ભાર મૂક્યો હતો કે ઔદ્યોગિક વિકાસ ની સાથે સાથે આપણા સૌની પર્યાવરણ સુરક્ષા પરત્વે પણ તેટલી જ નૈતિક ફરજ રહેલી છે તેમજ આ પરત્વે બધાજ સ્ટેકહોલ્ડર્સએ જવાબદારીપૂર્વક ઔદ્યોગિક વિકાસ તેમજ પર્યાવરણ સુરક્ષા વચ્ચે સમન્વય સાધવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.