મધ્ય ગુજરાત

સ્ટેટ મોનીટરીંગ સેલની પ્રશંસનીય કામગીરી પણ સ્થાનિક પોલીસ હમેશા સવાલોના ઘેરામાં

Text To Speech

સ્ટેટ મોનીટરીંગ સેલ ગુજરાતભરમાં પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે ત્યારે સ્થાનિક પોલીસ મથક પર પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. ગઈ કાલે મોડી રાત્રે ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કાલોલ તાલુકાના બરિસના ગામ નજીક રેડ કરીને દેશી દારૂની મોટી ભટ્ઠિ પકડી પાડી હતી ત્યારે આવડી મોટી ભટ્ઠિ ચાલી રહેલી હોવા છતાં કાલોલ પોલીસ અજાણ હતી કે નિંદ્રામાં હતી તે અંગે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે.

આ પણ વાંચો : માધુપુરા પોલીસ ઉંઘતી ઝડપાઇ, સ્ટેટ મોનીટરીંગ સેલની વધુ એક પ્રશંસનીય કામગીરી!
સ્ટેટ મોનીટરીંગ સેલ - Humdekhengenews સ્ટેટ મોનીટરીંગ સેલના વડા જ્યારથી નિર્લિપ્ત રાય બન્યા છે ત્યારથી ગુજરાતભરમાં અનેક જગ્યાએ દરોડા કરીને દારૂ અને જુગારના અડ્ડા ચલાવતા વર્ષો જૂના ખેલાડીયો પણ ઝૂકવા માંડ્યા છે. જ્યારે પણ સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ થાય છે ત્યારે દરેક વખતે નજીકના પોલીસ મથક પર સવાલો થાય છે અને અનેક પ્રશ્નો ઉદભવે છે કે સ્થાનિક પોલીસના નાક નીચે આ અડ્ડા ચાલતા હોય છે અને તેમણે તેની ખબર જ નથી હોતી.

આ પણ વાંચો : 30 કરોડના મામલે સ્ટેટ મોનીટરીંગ સેલના PI સસ્પેન્ડ, મોટા અધિકારી સામે ક્યારે થશે કાર્યવાહી ?
સ્ટેટ મોનીટરીંગ સેલ - Humdekhengenews અહી પ્રશ્ન એ પણ છે કે શું સ્થાનિક પોલીસને સાચે આની જાણ નઈ હોય કે શું? ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ તો પોતાનું કામ પતાવીને નિકડી જાય છે પણ વધુ તપાસ થાય તો આમાં ઘણું બધુ ખૂલી શકે એમ છે. દરોડા પડ્યા બાદ આગામી કાર્યવાહી કેવી થાય છે તે પણ જરૂરી છે.

Back to top button