ગુજરાત

ગુજરાતી ભાષાના ફરજિયાત શિક્ષણ મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર

ગુજરાતી ભાષાના ફરજિયાત શિક્ષણ મુદ્દે હાઈકોર્ટની સરકારને ટકોર છે. જેમાં ગુજરાતી ભાષા ન ભણાવતી સ્કૂલો સામેના કડક પગલાંનો ફોડ પાડો તે જણાવ્યું છે. સંબંધિત કાયદા હેઠળ જનરલ કાર્યવાહીની સરકારની દલીલ સામે કોર્ટની ટિપ્પણી છે. તેમજ સરકારના પરિપત્ર અને નીતિનું જ સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદથી અંકલેશ્વર સુધી 8 લેન એક્સપ્રેસ વેની તૈયારી પૂરજોશમાં, જાણો ક્યારે થશે કાર્યરત 

સુનાવણી તા.21મી ફેબ્રુઆરીએ એટલે માતૃભાષા દિને

રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનો ફરજિયાતપણે અમલ કરાવવા દાદ માંગતી જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે રાજય સરકારને સવાલ કર્યો હતો કે, પ્રાથમિક શાળાઓમાં ફરજિયાતપણે ગુજરાતી ભાષા નહી ભણાવતી શાળાઓ વિરૂધ્ધ કયા પ્રકારના કડક પગલાં લઇ શકાય તે જણાવો. જેથી સરકારે બચાવ કર્યો કે, બોમ્બે પ્રાયમરી એજયુકેશન એકટ અને સરકારના આ અંગેના સંબંધિત પરિપત્ર મુજબ, જનરલ કાર્યવાહી થઇ શકે છે. જેથી હાઇકોર્ટે સરકારને માર્મિક ટકોર કરી કે, જનરલ નહી પરંતુ ચોક્કસ શું કડક શિક્ષાત્મક પગલાં લઇ શકાય તે અમને જણાવો. હાઇકોર્ટે પીઆઇએલની સુનાવણી તા.21મી ફેબ્રુઆરીએ એટલે માતૃભાષા દિને જ મુકરર કરી હતી.

આ પણ વાંચો: ગુજરાત: ગરમીએ ફેબ્રુઆરીમાં 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હવામાન વિભાગે કરી આગાહી 

શાળાઓ સામે શું કડક પગલાં લઇ શકાય તે સ્પષ્ટ કરો

હાઇકોર્ટે જણાવ્યું કે, રાજયની પ્રાથમિક શાળાઓમાં ફરજિયાતપણે ગુજરાતી ભાષા ભણાવવા અંગે ખુદ સરકારનું તા.13-4-2018નું જાહેરનામું છે તેમછતાં જો શાળાઓ તેનું પાલન જ ના કરતી હોય તો આવી શાળાઓ સામે શું કડક પગલાં લઇ શકાય તે સ્પષ્ટ કરો. રાજયની પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષાનો ફરજિયાતપણે અમલ કરાવવા દાદ માંગતી જાહેરહિતની અરજીમાં એડવોકેટ દ્વારા હાઇકોર્ટને જણાવાયું કે, સરકારનો પરિપત્ર હોવા છતાં પ્રાથમિક શાળાઓમાં ફરજિયાપણે ગુજરાતી ભાષા ભણાવવામાં આવતી જ નથી.

આ પણ વાંચો: અમદાવાદ: IPSના ચકચારી હનીટ્રેપ કાંડમાં નવો વિવાદ સામે આવ્યો

સરકારના પરિપત્ર અને નીતિનું જ સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે. મોટાભાગની ખાનગી શાળાઓ, અંગ્રેજી માધ્યમની શાળાઓ અને ગુજરાત બોર્ડ સિવાય અન્ય બોર્ડ જેવા કે, સીબીએસઇ, આઇસીએસઇ, આઇબી, એસજીબીએસઇ, સીઆઇસી વગેરેની શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાતી વિષય શીખવવામાં આવતો જ નથી. દરમ્યાન સરકાર તરફ્થી જણાવાયું હતું કે, ગુજરાતી ભાષા નહી ભણાવતી 23 શાળાઓને નોટિસ ફ્ટકારાઇ છે અને કાર્યવાહી ચાલુ છે.

Back to top button