અમદાવાદથી અંકલેશ્વર સુધી 8 લેન એક્સપ્રેસ વેની તૈયારી પૂરજોશમાં, જાણો ક્યારે થશે કાર્યરત
અમદાવાદથી અંકલેશ્વર 8 લેન એક્સપ્રેસ-વે ડિસે. 2023 સુધીમાં કાર્યરત થઈ જશે. જેમાં ગ્રીનફ્લ્ડિ રોડનો પ્રથમ વિભાગ વડોદરા અને અંકલેશ્વર વચ્ચે મે મહિનામાં ખુલ્લો મુકાશે. તેમજ દિલ્હી-વડોદરા લિંક વર્ષે 320 મિલિયન લિટરથી વધુનું બળતણ બચાવે તેવો અંદાજ છે. તથા અમદાવાદથી અંકલેશ્વર સુધી 8 લેન એક્સપ્રેસ વે બીજા ચરણમાં દેશને સમર્પિત કરાશે.
આ પણ વાંચો: ગુજરાત: ગરમીએ ફેબ્રુઆરીમાં 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો, હવામાન વિભાગે કરી આગાહી
8 લેન એક્સપ્રેસ વે બીજા ચરણમાં દેશને સમર્પિત કરાશે
અમદાવાદથી અંકલેશ્વર સુધી 8 લેન એક્સપ્રેસ વે બીજા ચરણમાં દેશને સમર્પિત કરાશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે માં વડોદરા-અંકલેશ્વર સેક્શન મેમાં કાર્યરત કરવાની તૈયારીઓ દિલ્હી-વડોદરા લિંક ડિસેમ્બર સુધીમાં ખુલી શકે એક્સપ્રેસ વે 320 મિલિયન લિટરથી વધુની વાર્ષિક બળતણ બચત પેદા કરશે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેમાં અમદાવાદ અને અંકલેશ્વરનો 8 લેન હાઇવે 2023 ડિસેમ્બર સુધીમાં બીજા ચરણમાં દેશને સમર્પિત કરાઈ તે માટે હાલ જોરશોરમાં કામગીરી ચાલી રહી છે.
8 લેન એક્સપ્રેસ વે ભવિષ્યમાં 12 લેન સાથે વિસ્તરણ થશે
દિલ્હી-મુંબઈ રૂ.1 લાખ કરોડના 1,386 કિલોમીટર લાંબા 8 લેન એક્સપ્રેસ વેનો દિલ્હી – દૌસા વચ્ચેનો પ્રથમ ભાગ બે દિવસ પહેલા જ PM નરેન્દ્ર મોદીએ ખુલ્લો મુક્યો છે. ત્યારે ગુજરાતમાં તેના બીજા ચરણ લિંકને ક્યારે ખુલ્લી મુકાશેની અટકળો તેમજ ઉત્કંઠા તેજ બની ગઈ છે. ગુજરાત માટે 8 લેન એક્સપ્રેસ વે ભવિષ્યમાં 12 લેન સાથે વિસ્તરણના અવકાશની ભેટ બીજા ચરણમાં રાષ્ટ્રને PM મોદી ડિસેમ્બર 2023ના અંત સુધીમાં સમર્પિત કરે તેવી શકયતાઓ છે. અમદાવાદ અને અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ વે તૈયાર થઈ ગયો છે.
આ પણ વાંચો: અમદાવાદ: IPSના ચકચારી હનીટ્રેપ કાંડમાં નવો વિવાદ સામે આવ્યો
દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કફ્ત ફોર વ્હિલર કે તેનાથી ઉપરના વાહનોને એન્ટ્રી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના સોહના-દૌસા-લાલસોટ સેક્શન પર આજથી વાહનોની અવરજવર શરૂ થઈ ગઈ છે. આ હાઇવે પર ફોર વ્હીલર અથવા તેનાથી ઉપરના વાહનોને જ એન્ટ્રી છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે રાજસ્થાન, એમપી, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના રાજ્યોમાંથી પસાર થશે. એક્સપ્રેસ વેની બાજુમાં રેસ્ટ સ્ટેશનો પર લોકલ કેટરિંગની વ્યવસ્થા કરાશે. દિલ્હી અને દૌસા વચ્ચેના તમામ બાકીના સ્ટેશનોને રાજસ્થાન અને હરિયાણાની પરંપરાગત થીમ પર ડિઝાઇન કરવામાં આવ્યા છે.
98,233 કરોડનો પ્રોજેકટ વર્ષ 2019માં શરૂ કરાયો હતો
રૂ.98,233 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ દિલ્હી-મુંબઈ 8 લેન ગ્રીનફ્લ્ડિ એક્સપ્રેસવે 9 માર્ચ 2019 ના રોજ શિલાન્યાસ સાથે શરૂ કરવામાં આવ્યો હતો. તે સમયે માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા હતી. જોકે NHAI દ્વારા નવીનતમ સમયરેખા માર્ચ 2024 માં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જમીન સંપાદનમાં અવરોધોને કારણે હાઇવેના 4 વિભાગોમાં વિલંબ થયો છે.