ટોપ ન્યૂઝબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

Youtube ના નવા CEO બનશે ભારતીય મૂળના નીલ મોહન

Text To Speech

દુનિયાના સૌથી મોટા અને વિશ્વનિય વીડિયો પ્લેટફોર્મમાં સ્થાન ધરવાતાં YouTube ના મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં YouTubeના CEO સુસાન વોજસ્કીએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે સોશિયલ મીડિયા અને એક બ્લોગ પર આ માહિતી આપી છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ઓનલાઈન વીડિયો પ્લેટફોર્મ YouTube સાથે જોડાયેલા હતા. તેમના રાજીનામાં બાદ હવે ભારતીય મૂળના અમેરિકી નાગરિક નીલ મોહન YouTube ના આગામી CEO હશે.

અગાઉ ગૂગલ માટે પણ કામ કરી ચૂકી છે. ગૂગલમાં તે સીનિયર એડ પ્રોડક્ટ વાઈસ પ્રેસિડેન્ટ હતી. તેમણે 25 વર્ષ ગૂગલ સાથે અને 9 વર્ષ YouTube માટે કામ કર્યું છે. તેએ વર્ષ 2014માં YouTubeની સીઈઓ બની હતી. આ તે પહેલા ઈનટેલ અને બેન એન્ડ કંપની પણ કામ કરી ચૂકી છે. લાંબા સમયથી ગૂગલ અને આલ્ફાબેટમાં સલાહકારની ભૂમિકા નિભાવવા બદલ સીએઓ સુંદર પિચાઈએ તેમની પ્રશંસા પણ કરી હતી.

દેશના પ્રમુખથી લઈને મોટી ટેક કંપનીના સીઈઓના પદ પર ભારતીય મૂળના લોકો આવી રહ્યાં છે. ત્યારે ફરી એક મોટી ટેક કંપનીમાં ભારતીય મૂળના જ સીઇઓ તરીકે કાર્યભાર સંભાળશે, હાલમાં નીલ મોહન યૂટયૂબના ચીફ પ્રોડક્ટ ઓફિસરના પદ પર કામ કરી રહ્યાં છે.

આ વચ્ચે પોતાના બ્લોગમાં સુસાન વોજસ્કીએ જણાવ્યું કે, તે પોતાના પરિવાર, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત પ્રોજેક્ટ પર ફોક્સ કરશે. વર્ષોથી ભારતીય અને ભારતીય મૂળના લોકોએ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શનથી દુનિયામાં ભારતની એક અલગ છાપ છોડી છે.

આ પણ વાંચો : એલોન મસ્કની SpaceX નો યુક્રેનને મોટો ઝટકો, સૈન્ય કાર્યવાહી માટે ઈન્ટરનેટ નહીં આપે

Back to top button