મહારાષ્ટ્રના શિંદે અને ઉદ્ધવ વિવાદ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ પાસાની સુનાવણી થશે. આ મામલાને 7 ન્યાયાધીશોની બેંચ પાસે મોકલવાની માંગ પર સુપ્રીમ કોર્ટ શુક્રવારે સવારે 10.30 વાગ્યે આદેશ સંભળાવશે. ઉદ્ધવ કેમ્પે 2016ના ‘નબામ રેબિયા’ના નિર્ણયને ખોટો ગણાવીને આ માંગ કરી છે. આ નિર્ણયમાં 5 જજોની બેન્ચે કહ્યું હતું કે જો સ્પીકરને પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ પેન્ડિંગ હોય તો તે ધારાસભ્યને ગેરલાયક ઠેરવવા પર વિચાર કરી શકે નહીં.
આ પણ વાંચોઃ MHનું રાજકારણ ગરમાયુ, ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્યએ એકનાથ શિંદેને પોતાની સામે ચૂંટણી લડવા પડકાર ફેંક્યો
આ કારણોસર, એકનાથ શિંદેના બળવા દરમિયાન, મહારાષ્ટ્ર વિધાનસભાના તત્કાલીન ઉપાધ્યક્ષ શિંદે જૂથના 16 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવી શક્યા ન હતા. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે મંગળવારે સુપ્રીમ કોર્ટને અનુરોધ કર્યો હતો કે મહારાષ્ટ્ર રાજકીય કટોકટી સાથે સંબંધિત કેસો અયોગ્યતાની અરજીઓ પર સ્પીકરની સત્તા પરના 2016ના ચુકાદા પર પુનર્વિચાર કરવા માટે સાત ન્યાયાધીશોની બેન્ચને મોકલવામાં આવે.
ઉદ્ધવ ઠાકરે જૂથે શું કહ્યું?
શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ સમક્ષ દલીલ કરી હતી કે નબામ રેબિયા કેસમાં નિર્ધારિત કાયદા પર પુનર્વિચાર કરવાની જરૂર છે. સિબ્બલે કહ્યું કે ‘નબામ રેબિયા’ અને 10મી અનુસૂચિ પર પુનર્વિચાર કરવાનો સમય આવી ગયો છે, કારણકે તેનાથી ઘણું નુકસાન થયું છે.
શિંદે જૂથે વિરોધ કર્યો
તેમણે દલીલ કરી હતી કે 10મી અનુસૂચિ રાજકીય પક્ષપલટાને પ્રતિબંધિત અને અટકાવવાનો પ્રયાસ કરે છે, જે લોકશાહીના અસ્તિત્વ માટે ગંભીર ખતરો તરીકે ઓળખાય છે. બીજી તરફ, એકનાથ શિંદે પક્ષ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે અને નીરજ કિશન કૌલે ‘નબામ રેબિયા’ પર પુનર્વિચારની જરૂરિયાતનો વિરોધ કર્યો હતો.
શિંદે જૂથના વકીલોએ દલીલ કરી હતી કે જ્યારે સ્પીકર પોતે હટાવવાની દરખાસ્તનો સામનો કરી રહ્યા હોય ત્યારે ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની મંજૂરી આપી શકાય નહીં. 2016 માં, પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે, અરુણાચલ પ્રદેશના ‘નબામ રેબિયા’ કેસનો નિર્ણય કરતી વખતે, એવું નક્કી કર્યું હતું કે જ્યારે ધારાસભ્યોને હટાવવાની અરજી તેમની સામે પેન્ડિંગ હોય ત્યારે સ્પીકર તેમની ગેરલાયકાતની અરજી પર આગળ વધી શકતા નથી.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું?
આ કેસની સુનાવણી કરતી વખતે, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે ટિપ્પણી કરી હતી કે નબામ રેબિયાને લગતા બંને વિચારોના ગંભીર પરિણામો છે અને તેથી નિર્ણય લેવો મુશ્કેલ પ્રશ્ન છે. આ ખૂબ જ જટિલ બંધારણીય મુદ્દો છે, જેના પર આપણે નિર્ણય લેવાનો છે.