નેશનલ

આંધ્ર પ્રદેશના રાજકારણમાં ખળભળાટ : પૂર્વમંત્રી અને BJP ના પૂર્વ પ્રમુખ કન્ના લક્ષ્મીનારાયણનું રાજીનામું

આંધ્ર પ્રદેશના પૂર્વ મંત્રી અને BJPના વરિષ્ઠ નેતા કન્ના લક્ષ્મીનારાયણે ગુરૂવારના રોજ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. જેના પગલે આંધ્રપ્રદેશના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. કન્નાએ રાજીનામું આપ્યા બાદ રાજ્યના BJP અધ્યક્ષ વીરરાજૂ પર ઈરાદાપૂર્વક નિશાન બનાવવનો આરોપ લગાવ્યો છે. તેઓએ BJPના રાષ્ટ્રીય અધ્યક્ષને લખેલા પત્રમાં કહ્યું હતું કે તેઓ કેટલાક અંગત કારણો અને કેટલીક મજબૂરીઓને કારણે પાર્ટી છોડી રહ્યા છે. મહત્વનું છે કે, લક્ષ્મીનારાયણ હાલ પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ હતા.

મીડિયામાં શું નિવેદન આપ્યું ?

આ બાબત અંગે મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, તેમના મનમાં પીએમ નરેન્દ્ર મોદી અને અન્ય ટોચના BJP નેતાઓ માટે સંપૂર્ણ સન્માન છે પરંતુ પ્રમુખ વીરરાજૂ જે રીતે BJPની આંધ્રની દૌર પોતાની અંગત જાગીર તરીકે ચલાવી રહ્યા છે તેનાથી તેઓ નિરાશ થયા છે. તમણે કહ્યું હતું કે, ‘રાજ્યના વરિષ્ઠ નેતા તરીકે, હું પક્ષની સ્થાનિક બાબતો સાથે મારી જાતને સમાયોજિત કરી શકતો નથી. તેથી હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.’ લક્ષ્મીનારાયણે કહ્યું હતું કે તેઓ પોતાના સમર્થકો સાથે ચર્ચા કરશે અને તેમની ભવિષ્યની રાજનીતિ અંગેનિર્ણય લેશે.

પક્ષમાંથી બાકાત રખાઈ છે, સલાહ પણ નથી લેવાતી

આંધ્ર પ્રદેશમાં ભાજપનું મે 2018 અને ઓગસ્ટ 2020 વચ્ચે રાજ્યમાં નેતૃત્વ કરનાર 67 વર્ષીય નેતા લક્ષ્મીનારાયણે જણાવ્યું હતું કે તેમને પાર્ટીમાં સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યા હતા અને કોઈપણ નિર્ણય લેતી વખતે તેમની સલાહ લેવામાં આવી ન હતી. આ ઘટનાક્રમથી પરિચિત પાર્ટીના એક નેતાએ જણાવ્યું હતું કે તેઓ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી (TDP) માં જોડાય તેવી અપેક્ષા છે.

ભૂતકાળમાં 5 મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું

લક્ષ્મીનારાયણ ચાર વખત પેડાકુરપડુ વિધાનસભા મતવિસ્તારમાંથી અને એક વખત કોંગ્રેસ પક્ષ તરફથી ગુંટુર (પશ્ચિમ) વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેમણે 1991 અને 2014 વચ્ચે વિવિધ સરકારોમાં મંત્રી તરીકે સેવા આપી હતી. 2014ની વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ તેઓ BJPમાં જોડાયા હતા. BJPના પૂર્વ અધ્યક્ષે કહ્યું હતું કે તેમણે ક્યારેય પાર્ટીમાં કોઈ હોદ્દા કે પદની ઈચ્છા નથી રાખી. લક્ષ્મીનારાયણે કહ્યું હતું કે, ‘મેં ભૂતકાળમાં 5 મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું હતું અને ઘણા હોદ્દાઓ સંભાળ્યા હતા. BJPમાં જોડાયા બાદ દરેકને વિશ્વાસમાં લઈને પાર્ટીને એક યુનિટ કરીકે ચલાવવાના તમામ પ્રયાલો કર્યા હતા પરંતુ વીરરાજૂએ રાજ્યમાં BJP પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ ગયો હતો.’

Back to top button