ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા સહિત બનાસકાંઠામાં કેરીનો મબલખ પાક થવાની આશા

Text To Speech

પાલનપુર : ફળોના રાજા ગણાતા કેરીની સીઝન નજીકમાં આવી રહી છે ત્યારે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ આ વખતે કેરીનો મતલબ પાક થવાની ધારણા છે. હાલમાં આંબાઓ મ્હોર થી ઘટાટોપ બનીને લચી રહ્યા છે.જો કોઈ માવઠું, વાવાઝોડું કે કુદરતી આપત્તિ નહીં આવે તો આગામી સમયમાં આંબાઓ કેરીથી લચકા લોળ થઈને જૂમી ઉઠશે.

કેરીની મુખ્યત્વે ખેતી ગુજરાતમાં આમ તો કાઠીયાવાડ, કચ્છ અને વલસાડ માં થાય છે.જોકે બનાસકાંઠાના ડીસા સહિત અનેક વિસ્તારોમાં પણ અને ખેડૂતોએ પ્રમાણ સર કેરીનું વાવેતર કરેલું છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની જુદી જુદી જગ્યાઓ પર પણ આંબાના અનેક ઝાડ આવેલા છે. ત્યારે છેલ્લા બે વર્ષથી કમોસમી આંબા પર મ્હોર બેસવાના સમએ જ કમોસમી માવઠા કે વાવાઝોડા ના કારણે મ્હોર ખરી જતો હતો તેમજ સડી જતો હતો. જેના કારણે કેરીનું નહિવત જેવું જ ઉત્પાદન ફળ મળતું હતું. જોકે આ વર્ષે આંબા મ્હોર થી લચી રહી છે .જેથી હવે કોઈ કુદરતી આપત્તિ નહી નડે તો મોટા પ્રમાણમાં કેરીના ફળ બેસસે.

આંબા મ્હોરથી લચી પડ્યા

આ અંગે સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિક ડો. યોગેશ પવારના જણાવ્યા મુજબ, ડીસામાં અંદાજિત 10,000 થી વધુ આંબાના ઝાડ આવેલા છે. જ્યારે બનાસકાંઠામાં પણ 50000 થી વધુ આંબાના ઝાડ આવેલા છે. જ્યારે અમીરગઢ થી લઈ અંબાજી દાંતાના ડુંગરાળ વિસ્તારોમાં પણ કુદરતી રીતે આંબા ઉગેલા છે. જેના પર પણ મોટા પ્રમાણમાં કેરીઓ આવે છે. કાઠીયાવાડ અને કચ્છમાં વાતાવરણને અનુકૂળ એક આંબા પર 150 200 કે 250 મણ કેરીઓ આવતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં સામાન્ય રીતે 100 મણ જેટલો ઉતારો આવતો હોય છે પરંતુ પણ જો મ્હોર આવે ત્યારે યોગ્ય માવજત કરાય કરાયતો 150 થી 200મણ જેટલો ઉતારો પણ લઈ શકાય તેમ છે.બનાસકાંઠામાં કોઈ એક જ જાતની નહીં પરંતું કેસર, દેશી, બદામ, રાજાપુરી જેવી અલગ અલગ જાતની કેરીઓના આંબા આવેલા છે .આ વર્ષે દરેક આંબા પર મ્હોરનું પ્રમાણ ખૂબ જ વધુ છે જેથી ઉતારો સારો મળે તેવી આશા છે.

આ પણ વાંચો : મા અંબાને ને ‘ચામર’ અર્પણ કરનાર જય ભોલે ગ્રુપના ફાઉન્ડર દીપેશભાઈ પટેલને સન્માનિત કરાયા

Back to top button