ટ્રેન્ડિંગમનોરંજન

આદિલના જેલમાં જતા ‘દુશ્મન બની દોસ્ત’, જુઓ રાખી સાવંત અને શર્લિન ચોપરાની મિત્રતાનો વીડિયો

આદિલ ખાનના જેલમાં જતા જ શર્લિન ચોપરા અને રાખી સાવંત સારા મિત્રો બની ગયા છે. બંનેના કેટલાક વીડિયો સામે આવ્યા છે, જેને જોઈને યુઝર્સ માથું કૂટી રહ્યા છે.

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ, જાણો શું છે કારણ

ટીવીની ડ્રામા ક્વીન રાખી સાવંત તેના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા તેણે તેના પતિ આદિલ ખાન પર ઘરેલુ હિંસા સહિતના અનેક આરોપો લગાવ્યા હતા અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસે આદિલની ધરપકડ કરી હતી. આ દિવસોમાં આદિલ જેલમાં છે અને આ દરમિયાન રાખી સાવંતની મિત્રતા અભિનેત્રી શર્લિન ચોપરા સાથે દિવસેને દિવસે વધી રહી છે. આ બધું જોઈને લોકોએ માથું કૂટી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

રાખી સાવંત અને શર્લિન ચોપરી મિત્ર બની ગયા

રાખી સાવંત અને શર્લિન ચોપરાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બંને પાપારાઝીની સામે પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જોયા બાદ યુઝર્સે માથું કૂટી રહ્યા છે. કારણ કે થોડા દિવસો પહેલા શર્લિને રાખી વિરુદ્ધ તેના વાંધાજનક ફોટા અને વીડિયો વાયરલ કરવાની ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ પોલીસે રાખીને પૂછપરછ માટે બોલાવી હતી, પરંતુ હવે બંને ખૂબ સારા મિત્રો બની ગયા છે.  તમને જણાવી દઈએ કે જ્યારે શર્લિન ચોપરાએ સાજિદ અને સલમાન ખાન વિરુદ્ધ મોરચો ખોલ્યો ત્યારે રાખી પણ તેમની વિરુદ્ધ થઈ ગઈ હતી. જેના કારણે બંને વચ્ચે પહેલા શાબ્દિક યુદ્ધ થયું અને પછી બંનેએ એકબીજા સામે પોલીસ કેસ પણ કર્યો. શર્લિને રાખી પર પાપારાઝીની સામે તેનો એડલ્ટ વીડિયો બતાવવાનો પણ આરોપ લગાવ્યો હતો. જેના કારણે રાખીને પણ કસ્ટડીમાં લેવામાં આવી હતી. જોકે, આદિલ જેલમાં જતાની સાથે જ રાખી અને શર્લિન હવે મિત્રો બની ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

રાખીએ શર્લિન ચોપરાના વખાણ કર્યા હતા

અગાઉ રાખીએ શર્લિન ચોપરાના જોરદાર વખાણ કર્યા હતા. તેણીએ કહ્યું, ‘મને દિલાસો આપવા બદલ હું તેમનો આભાર માનું છું. તેમણે મને એક વાસ્તવિક રાખી સાથે મળાવી છે. હું જીવતી લાશ બની ગઈ હતી, પણ તેણે મને પ્રેરિત કરી. ઉલ્લેખનીય છે કે, રાખી સાવંતે પતિ આદિલ ખાન દુર્રાની વિરુદ્ધ IPCની કલમ 498A, 377, 406, 323,504, 506 હેઠળ FIR નોંધાવી હતી, જેના પછી પોલીસે તેની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : ‘લોસ્ટ’થી ‘કાર્નિવલ-રો 2’ સુધી, આ મૂવીઝ અને સિરીઝ OTT પર થશે રિલીઝ

પોતાના વિવાદોને કારણે લાઈમલાઈટમાં રહેતી રાખી સાવંત અને શર્લિન ચોપરાએ પોતાની દુશ્મની ભૂલીને હાથ મિલાવ્યા છે. હાલમાં જ રાખીએ શર્લિનને પોતાની દર્દનાક કહાની સંભળાવી હતી. અવારનવાર વિવાદોના કારણે ચર્ચામાં રહેતી રાખી સાવંત આ દિવસોમાં તેના પતિ આદિલ ખાન દુર્રાનીને જેલમાં મોકલવાને કારણે ચર્ચામાં છે. આ દરમિયાન તેની શર્લિન ચોપરા સાથે પણ મિત્રતા થઈ ગઈ. બંને વચ્ચે એક સમયે કેટ ફાઈટ ચાલતી હતી. શર્લિને રાખી વિરુદ્ધ પોલીસ કેસ પણ કર્યો હતો. જો કે હવે બંન્ને વચ્ચે ગાઠ મિત્રતા જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Showbiz Spy (@showbizspy_)

રાખીએ શર્લિનને તેની દુખદભરી કહાની સંભળાવી

15 ફેબ્રુઆરી 2023 ની રાત્રે, રાખી અને શર્લિન ચોપરાને પાપારાઝી દ્વારા સાથે જોવામાં આવ્યા હતા. લડાઈ બાદ બંને પહેલીવાર સાથે જોવા મળી હતી. આ દરમિયાન રાખીએ શર્લિનને પોતાનું દર્દ સંભળાવ્યું હતું. રાખીએ કહ્યું, “અમે પ્રેમ કરતા-કરતા અમે લગ્ન કરી લીધા અને કંઈ સમજાયું નહીં. બરબાદ થતી ગઈ. આ અંગે શર્લિને કહ્યું, “અમે 9મી ફેબ્રુઆરીએ મળ્યા હતા. મેં રાખી ને પૂછ્યું કે તને તારા જીવન નો રાજકુમાર મળી ગયો છે તો તું ખુશ કેમ નથી? ત્યારે ખબર પડી કે તેના જીવનનો રાજકુમાર વિશ્વનો સૌથી મોટો છેંતરપિંડી કરનાર બન્યો જે લોકોને મૂર્ખ બનાવે છે અને તેમને છેંતરે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

શર્લિને આગળ કહ્યું, “જ્યારે રાખીએ તાજેતરમાં મને કહ્યું કે મૈસૂરની એક ઈરાની છોકરી તેની છેતરપિંડીના જાળમાં ફસાઈ ગઈ છે અને કેવી રીતે તેના પતિએ તેનું યૌન શોષણ કર્યું છે. હું તો શોક થઈ ગઈ હતી. મેં વિચાર્યું કે શું થઈ રહ્યું છે. આ વ્યક્તિએ ઘણી મહિલાઓ સાથે અન્યાય કર્યો છે. રાખીએ કહ્યું કે લગ્ન પહેલા અને પછીના તમામ ઓડિયો બાઈટ વગેરે મને તે છોકરીએ મોકલ્યા છે.

રાખી સાવંત શર્લિન ચોપરા - Humdekhengenews

વીડિયો જોયા બાદ યુઝર્સની તેના પર પ્રતિક્રિયા

રાખી અને શર્લિનનો વધુ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં રાખી અને શર્લિન એકસાથે કેક કાપતા જોવા મળે છે. કેમેરાની સામે શર્લિન રાખીના ગાલ પર કિસ કરે છે. હવે યુઝર્સે આ વીડિયોને લઈને બંનેને જોરદાર ટ્રોલ કર્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘યે ક્યા હો રહા હૈ’. બીજાએ ટિપ્પણી કરી, ‘આ બધુ ડ્રામા છે’. અન્ય યુઝરે લખ્યું, ‘તે ક્યારે મિત્ર બની’. તે જ સમયે અન્ય એક યુઝરે લખ્યું, ‘શું થઈ રહ્યું છે ભાઈ’.

Back to top button