ગુજરાતટોપ ન્યૂઝ

ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ, જાણો શું છે કારણ

Text To Speech

વિરમગામથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે.પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલ સામે આંચરસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. જેનો કેસ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી રહ્યો છે. ત્યારે કોર્ટની મુદત દરમિયાન હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ કર્યું છે.

હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ

વિરમગામના MLA અને પાટીદાર નેતા હાર્દિક પટેલ વિરૂદ્ધ ધરપકડ વોરંટ ઈસ્યુ થયું છે. પ્રપ્ત જાણકારી મુજબ ધ્રાંગધ્રા કોર્ટે હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે. આચાર સંહિતા ભંગ મામલે હાર્દિક કોર્ટમાં મુદત દરમ્યાન હાજર ન રહેતા તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે.

હાર્દિક પટેલ -humdekhegenews

જાણો શું હતો સમગ્ર મામલો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના હરીપરમાં પાટીદાર અનામત આંદોલન સમયે એક સભા યોજાઇ હતી. જેમાં આચારસંહિતા ભંગ કરવા બદલ હાર્દિક પટેલ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદમાં કોર્ટમાં મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર રહયા ન હતા જેથી કોર્ટે હાર્દિક સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે.

આ પણ વાંચો : અદાણી ગ્રુપે રોકાણકારો માટે કરી આ મોટી વાત, જાણો શું કહ્યું…

Back to top button