ગુજરાતટોપ ન્યૂઝ

સતત ત્રીજા દિવસે પણ ખાદ્ય તેલના ભાવમાં વધારો, સિંગતેલનો ભાવ રુ. 3000ને પાર

Text To Speech

ચીનમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 2000-2200 ડોલરના ભાવે સિંગતેલના મોટાપાયે સોદા થયા હતા જેની ડિલિવરીનો સમય ચાલી રહ્યો છે. જેના કારણે સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે. ચીનની નિકાસ ઘટવા ઉપરાંત સ્થાનિકમાં માંગ ઘટે તો જ બજારમાં ભાવ સ્થિર બની શકે છે.

આ પણ વાંચો : ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ, જાણો શું છે કારણ

સિંગતેલના ભાવમાં ફરી એક વખત ભડકો થયો છે. માત્ર બે દિવસમાં સિંગતેલના ડબાનો ભાવ રૂ.150 વધતા ફરી એકવાર સિંગતેલનો ભાવ રૂ.3 000ને પાર ગયો છે. ચીનમાં મોટાપાયે નિકાસથી સિંગતેલના નવા ડબાનો ભાવ રૂ.100-150 વધી ગયો છે. જેના લીધે ગૃહિણીઓ માટે ઘરના બજેટને સેટ કરવુ ખૂબ મુશ્કેલ થઈ રહ્યુ છે. આગામી સમયમાં ડ્યૂટીમાં વધારો, માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો, ચાલુ વર્ષે ઉત્પાદનમાં ઘટાડાની શક્યતા જેવા પરિબળોને લીધે સિંગતેલના ભાવમાં તોંતિગ વધારો થયો છે. જો સિંગતેલની અન્ય ખાદ્ય તેલોની સાથે સરખામણી કરીએ તો સિંગતેલના ડબાનો ભાવ રુ.1000 જેટલો વધારે છે.

સિંગતેલના ભાવમાં વધારો - Humdekhengenews

ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીના પાકનો અંદાજ 28-29 લાખ ટન મુકવામાં આવ્યો છે. જે ગત વર્ષે 32-33 લાખ ટન હતો. ઉત્પાદનમાં ઘટાડો અને સિંગદાણા તથા સિંગતેલની નિકાસના કારણે બજારને સપોર્ટ મળ્યો છે. ચીનમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પ્રતિ ટન 2000-2200 ડોલરના ભાવે સિંગતેલના મોટાપાયે સોદા થયા હતા જેની નિકાસનો સમય ચાલી રહ્યો છે. જેના કારણે સ્થાનિક બજારોમાં ભાવ વધ્યા છે. ચીનની નિકાસ ઘટવા ઉપરાંત સ્થાનિકમાં માંગ ઘટે તો જ બજારમાં ભાવ સ્થિર બની શકે છે.

આ પણ વાંચો : અદાણી ગ્રુપે રોકાણકારો માટે કરી આ મોટી વાત, જાણો શું કહ્યું…

સિંગતેલ સિવાયના તેલનો ભાવ સ્થિર

એવી શકયતા સેવવામાં આવી રહી છે કે સિંગતેલના ભાવ વધવાને પગલે ફરસાણના ભાવમાં પણ વધારો થઈ શકે છે. તેમજ ગૃહિણીઓને ઘરનું બજેટ પણ ખોરવાય શકે છે. તેમાં પણ ખાસ કરીને લગ્ન સિઝન દરમિયાન તેલના ભાવમાં વધારો થતા મોંઘવારીમો માર નડી શકે છે. જો કે સિંગતેલ સિવાયના અન્ય તેલના ભાવ સ્થિર છે. ત્યારે અચાનક સિંગતેલના ભાવમાં વધારા અંગે વેપારીઓ કહી રહ્યા છે કે, અત્યારે પણ યાર્ડમાં મગફળી વેચાઈ રહી છે ત્યારે થોડા સમયમાં ભાવ નીચે આવે તેવી શકયતા છે.

Back to top button