સ્પોર્ટસ

T20 WC : દીપ્તિ શર્માએ ઈતિહાસ રચ્યો, T20માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની

ભારતે મહિલા T20 વર્લ્ડ કપની શાનદાર શરૂઆત કરી છે. બુધવારે ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટમાં સતત બીજી ગ્રુપ મેચ જીતી હતી. કેપટાઉનમાં રમાયેલી મેચમાં ભારતીય ટીમે વેસ્ટ ઈન્ડિઝને છ વિકેટે હરાવ્યું હતું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 118 રન બનાવ્યા હતા. સ્ટેફની ટેલરે 40 બોલમાં 42 અને શેમેન કેમ્પબેલે 36 બોલમાં 30 રન બનાવ્યા હતા.

119 રનનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે એક તબક્કે 43 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા અને જેમિમા રોડ્રિગ્સ પેવેલિયન પરત ફર્યા હતા. આવી સ્થિતિમાં કેપ્ટન હરમનપ્રીત કૌર અને રિચા ઘોષે ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ ચોથી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરી હતી. હરમનપ્રીત 42 બોલમાં 33 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. આ પછી રિચાએ દેવિકા વૈદ્ય સાથે મળીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી. તેણે વિનિંગ શોટ (ચાર) માર્યો. રિચા 32 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 44 રન બનાવીને અણનમ રહી હતી.

ભારત 18 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાશે

ભારતીય ટીમ 18 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઈંગ્લિશ ટીમ અત્યારે ગ્રુપ-બીમાં ટોપ પર છે. તેણે બેમાંથી બે મેચ જીતી છે અને ચાર પોઈન્ટ સાથે ટોચ પર છે. આ સાથે જ ભારતીય ટીમ પણ ચાર પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. નેટ રન રેટના મામલે ભારત ઈંગ્લેન્ડથી પાછળ છે. ભારત-ઈંગ્લેન્ડ મેચ જીતનારી ટીમ ગ્રુપ-બીમાં ટોપ પર રહીને સેમિફાઈનલ માટે ક્વોલિફાય થઈ શકે છે. ગ્રુપ-બીમાં પાકિસ્તાનની ટીમ ત્રીજા, વેસ્ટ ઈન્ડિઝની ટીમ ચોથા અને આયર્લેન્ડ પાંચમા ક્રમે છે.

દીપ્તિ શર્માએ ઈતિહાસ રચ્યો છે

આ પહેલા દીપ્તિ શર્માએ ભારત માટે ઈતિહાસ રચ્યો હતો. તેણે આ મેચમાં ચાર ઓવરમાં 15 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. ત્રણ વિકેટ લીધા પછી, તે T20 માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની ગઈ. આ મામલામાં તેણે પૂનમ યાદવ (98 વિકેટ)ને પાછળ છોડી દીધી છે. આ સિવાય દીપ્તિએ T20 ઈન્ટરનેશનલમાં 100 વિકેટ પણ પૂરી કરી હતી.

તે પુરુષ અને મહિલા એમ બંને રીતે T20 ઇન્ટરનેશનલમાં 100 વિકેટનો આંકડો સ્પર્શનાર પ્રથમ ભારતીય છે. ભારતના પુરૂષ ક્રિકેટરોમાં યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ વિકેટ લીધી છે. તેણે 91 વિકેટ લીધી છે. તે જ સમયે, દીપ્તિ 100 વિકેટના આંકડાને સ્પર્શનારી મહિલાઓમાં નવમી બોલર છે. દીપ્તિએ ભારત માટે અત્યાર સુધી 89 T20 મેચમાં 100 વિકેટ લીધી છે. T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝની અનીસા મોહમ્મદના નામે છે. તેણે 125 વિકેટ લીધી છે

ખેલાડી                    મેચ         વિકેટ        શ્રેષ્ઠ વિકેટ

અનીસા મોહમ્મદ (WI)    117        125         5/10

નિદા દાર (PAK)         127         121         5/21

એલિસ પેરી (AUS)      135         120         4/12

શબનીમ ઈસ્માઈલ (SA) 109         117         5/12

મેગન શુટ (AUS)        92           117         5/15

કેથરિન બ્રન્ટ (ENG)     109         112         4/15

સોફી ડિવાઇન (NZ)      117         110         4/22

અના શ્રબસોલ (ENG)    79           102         5/11

દીપ્તિ શર્મા (IND)        89           100         4/10

 

ટી20માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય મહિલા બોલર

ખેલાડી             મેચ         વિકેટ        શ્રેષ્ઠ વિકેટ

દીપ્તિ શર્મા        89          100          4/10

પૂનમ યાદવ       72          98            4/9

રાધા યાદવ         65          67            4/23

રાજેશ્વરી ગાયકવાડ 53          58        3/9

ઝુલન ગોસ્વામી    68           56          5/11

આ પણ વાંચો : ભારતીય ટીમનું શાનદાર પ્રદર્શન, વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવ્યું

Back to top button