ગુજરાતના પોલીસ વડાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુજરાતમાં ઈન્ચાર્જ DGP વિકાસ સહાયને પુર્ણકાલિન DGP બનાવવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ આ વિશેની સત્તાવાર જાહેરાત આગામી બે દિવસમાં થઈ શકે છે.
બે દિવસમાં થઈ શકે છે સત્તાવાર જાહેરાત
મહત્વનું છે કે આશિષ ભાટીયા નિવૃત થતા તેમની જગ્યા પર વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલિસ વડાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. સુત્રો મુજબ 1989ની બેચના IPS અધિકારી અને ઈન્ચાર્જ DGP વિકાસ સહાયને DGP બનાવવામાં આવી શકે છે. જો કે, આ વિશે સત્તાવાર રીતે હજુ જાહેરાત કરવામાં આવી નથી.