બિઝનેસ

અદાણીને નુકસાન કરનાર હિંડનબર્ગના સ્થાપક એન્ડરસન દુનિયામાં છવાયો

અદાણીની ઊંઘ હરામ કરનાર હિંડનબર્ગના સ્થાપક નાથન એન્ડરસનની લોકપ્રિયતા વધી ગઈ છે. નાથન એન્ડરસનનું ટ્વીટર હેન્ડલ @ClarityToast છે. અદાણી સામે રીપોર્ટ જાહેર થતા સમગ્ર વિશ્વમાં હિંડનબર્ગ-અદાણીની ચર્ચાઓ થઇ રહી છે ત્યારે તેની લોકપ્રિયતામાં ખાસો વધારો થયો છે. તેના ટ્વીટર ફોલોવર્સ વધી ગયા છે. જેનાથી હિંડનબર્ગના સ્થાપક નાથન એન્ડરસનના લગભગ 44,૦૦૦ જેટલા ફોલોવર્સનો વધારો થયો છે.

તાજેતરમાં અદાણી અને હિંડનબર્ગની ચર્ચાઓ દરેક ન્યુઝના બ્રેકીંગમાં જોવા મળે છે. હિંડનબર્ગ એક અમેરિકન રિસર્ચ ફર્મ છે જેને 24 જાન્યુઆરી 2023માં અદાણી સામે એક રીપોર્ટ જાહેર કરી સમગ્ર બિઝનેસ જગતમાં ખળભળાટ મચાવ્યો હતો. આ રીપોર્ટથી અદાણીનું સામ્રાજ્ય ડગમગી ગયું હતું અને સૌથી મોટું નુકસાન થયું હતું. જયારે બીજીબાજુ હિંડનબર્ગ રીપોર્ટ રજુ કરનાર શોર્ટ સેલર કંપની અને તેના સ્થાપક નાથન એન્ડરસનની લોકપ્રિયતામાં વધારો થયો છે.

આ પણ વિચારો : Adani FPO: હિંડનબર્ગના રિપોર્ટથી ડુબતા અદાણીની મદદે કયા મિત્રો આવ્યા? સોશિયલ મીડિયામાં ગરમાગરમ ચર્ચા

હિંડનબર્ગની લોકપ્રિયતામાં વધારો

અદાણી ઉપર રીપોર્ટ રજુ કરનાર હિંડનબર્ગ રિસર્ચ અને તેના સ્થાપકે કોર્પોરેટ સેક્ટરની આંખો તેજ કરી દીધી છે. આ વિવાદને લીધે હિંડનબર્ગની સોશિયલ મીડિયા પર દરરોજ લોકપ્રિયતા વધી રહી છે. સોશિયલ મીડિયા એનાલિટીક્સ પ્લેટફોર્મ સોશિયલ બ્લેડ (Social Blade)ના ડેટા પરથી જાણી શકાય છે કે છેલ્લા એક મહિનાથી એટલે કે અદાણી ઉપર રિસર્ચ રીપોર્ટ જાહેર થયો ત્યારથી લઈને આજ સુધીમાં હિંડનબર્ગ રિસર્ચના ફોલોવર્સમાં લગભગ 2.5 લાખનો જોરદાર વધારો થયો છે. આ વધારા સાથે તેના કુલ ફોલોવર્સ 4.5 લાખની ઉપર થઇ ગયા છે.

નાથન એન્ડરસનના ફોલોવર્સમાં 17,૦૦૦નો વધારો

અદાણીના નામ જોડાવવાની અસર માત્ર હિંડનબર્ગ પર જ નહી પરંતુ તેના સ્થાપક નાથન એન્ડરસનના ટ્વીટર સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પડ્યો છે જેનાથી તેઓ પણ ફેમસ થયા છે. ડેટા પ્રમાણે વાત કરીએ તો નાથન એન્ડરસનના ટ્વીટર ફોલોવર્સમાં 17,૦૦૦નો વધારો થયો છે. એન્ડરસનનું ટ્વીટર હેન્ડલ @ClarityToast છે, અદાણી સામે હિંડનબર્ગ રીપોર્ટ રજુ કર્યા પછી તેના ફોલોવર્સ વધવા લાગ્યા છે. અત્યારના વધારા સાથે તાજેતરમાં એન્ડરસનના ફોલોવર્સ લગભગ 44,૦૦૦ થઇ ગયા છે.

આ પણ વાંચો : અદાણી બાદ અંબાણી પણ Top 10 અમીરોની યાદીમાંથી બહાર, જાણો શું છે સ્થિતિ

રસપ્રદ વાત તો એ છે કે હિંડનબર્ગ જુલાઈ 2023માં ટ્વીટર સાથે જોડાયું હતું, પરંતુ ખૂબ જ ઓછા ફોલોવર્સ હતા. એ સિવાય નાથન એન્ડરસનનું પોતાનું Personal Account છે. જેના બધા જ ટ્વીટ હિંડનબર્ગ સંબંધિત હોય છે. ફોલોવર્સના વધારાની વાત કરીએ તો ડિસેમ્બર 2022માં 430 ફોલોવર્સ હતા, જયારે જાન્યુઆરી 2023માં લગભગ 7,૦૦૦ ફોલોવર્સ વધી ગયા, એટલુ જ નહી ફેબ્રુઆરીમાં એના કરતા પણ વધારો જોવા મળ્યો.

અદાણીના રીપોર્ટ પછી Tweetsનું ઘોડાપુર

છેલ્લા એક મહિનામાં હિંડનબર્ગ ટ્વીટર એકાઉન્ટની વાત કરીએ તો અદાણી ગ્રુપ પર રીપોર્ટ જાહેર થયા પછીની Tweet/Retweet મોટાભાગની મીડિયા રીપોર્ટ સંબંધિત છે. જે હિંડનબર્ગને સમર્થન કરે છે. Tweetsની સંખ્યાની વાત કરીએ તો 7 ડિસેમ્બર 2022 અને પછી 9 જાન્યુઆરી એ એક Tweet કર્યું હતું. અદાણી સામે રીપોર્ટ જાહેર થયા બાદ અદાણી સાથે સંબંધિત Tweetમાં જાણે ઘોડાપુર આવી ગયું હોય. સૌથી વધુ Tweet 25 જાન્યુઆરીએ કરવામાં આવી.

આ પણ વાંચો : અદાણી મુદ્દે હોબાળા વચ્ચે રાજ્યસભા 13 માર્ચ સુધી સ્થગિત, લોકસભામાં કાર્યવાહી ચાલુ

હિંડનબર્ગ 16 કંપનીઓ સામે રીપોર્ટ જાહેર કરી ચુકી છે.

શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગએ અદાણી ગ્રુપની પહેલા ટ્વીટર સહિત નિકોલા, વિન્સ ફાઈનાન્સ, ચાઈના મેટલ રિસોર્સેઝ યુટિલાઈઝેશ, એસસી વર્ક્સ, પ્રિડીકટીવટેકનોલોજી ગ્રુપ, સ્માઈલડારેક્ટક્લબ, યાન્ગ્ત્જી રીવર પોર્ટ એન્ડ લોગિકસ્ટિકસ જેવી લગભગ 16 કંપનીઓ સામે રિસર્ચ રીપોર્ટ જાહેર કરી ચુકી છે. આમાં ટ્વીટર રીપોર્ટ પણ બ્રેકિંન્ગ બન્યો હતો. પરંતુ અદાણી સામેનો હિંડનબર્ગ રીપોર્ટ સૌથી વધુ ચર્ચામાં રહ્યો છે.

અદાણીને મોટું નુકસાન કરાવ્યું

હિંડનબર્ગ રીપોર્ટે સૌથી વધુ નુકસાન અદાણી ગ્રુપને કરાવ્યું છે. હિંડનબર્ગ રીપોર્ટ જાહેર થયા પહેલા ગૌતમ અદાણી દુનિયાના અબજપતિઓમાં 4 નંબરે હતો. જે અત્યારે 24માં નંબરે આવી ગયો છે. રીપોર્ટ જાહેર થયા પછી અદાણીના શેરોમાં ભારે ઘટાડો થયો છે જે ઘટાડો હજુ પણ ચાલુ જ છે. આ પછી અદાણી ગ્રુપનું માર્કેટ કૈપ 117 અબજ ડોલરથી વધારે નીચે ગયું છે. Forbesના રીયલ ટાઈમ બિલેનિયર્સ ઇન્ડેક્સ પ્રમાણે અદાણીની નેટવર્થ ઘટીને 52.6 અબજ ડોલર પર આવી ગઈ છે. આમ અદાણીને ભારે નુકસાન કરાવ્યું.

Back to top button