પાટણ : વાગડોદ પોલીસ મથકનો કોન્સ્ટેબલ અને વચેટીઓ રૂ. 6 હજાર ની લાંચમાં સપડાયા
પાલનપુર: પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ મથકનો એક કોન્સ્ટેબલ અને વચેટિયો ફરિયાદીના કાર્યવાહી કર્યા વગર પોલીસ મથકમાં રાખેલા ટ્રેક્ટરને છોડી દેવા માટે લાંચ માંગી હતી. જેમાં એસીબી એ રૂ. 6,000 ની લાંચની રકમ સ્વીકારતા એસીબી એ બંને ને ઝડપી લીધા હતા. અને બંનેને ડીટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદીનું ટ્રેક્ટર કાર્યવાહી કર્યા વગર પોલીસ મથકમાં રાખ્યું હતું
આ અંગેની હકીકત એવી છે કે, ફરિયાદીનું ટ્રેક્ટર વાગડોદ પોલીસ મથકના વિસ્તારમાંથી પકડીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યું હતું. જેમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ત્યારે વાગડોદ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ શંભુજી રાણાએ પોલીસ સ્ટેશનમાં રાખેલા ટ્રેકટરને છોડવા માટે ફરિયાદી પાસે રૂપિયા 6000 ની લાંચની માગણી કરી હતી. જે રકમ વાગડોદ માં રહેતા મુકેશજી સતાજી ઠાકોરને આપવા જણાવ્યું હતું.
ટ્રેક્ટર છોડવા માંગી હતી લાંચ
પરંતુ ફરિયાદી લાંચ ની રકમ આપવા માગતા ન હતા. જેથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબીના પોલીસ અધિકારીએ પાટણ – ડીસા હાઈવે ઉપર આવેલી વાગડોદ પોલીસ ચોકી પાસે માનસી પાર્લર નજીક લાંચના છટકાનું આયોજન કર્યું હતું.
જેમાં મુકેશજી સતાજી ઠાકોર નામનો શખ્શ રૂપિયા 6000 ની લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. જેથી પાલનપુર એસીબીના અધિકારી એન. એ. ચૌધરીએ બંને ને ડિટેઇન કરીને તેમની વિરુદ્ધ લાંચ રૂશ્વત ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માં છેલ્લા કેટલાક સમયથી સરકારી બાબુઓ લાંચ લેતા ઝડપાઈ રહ્યા છે.
આ પણ વાંચો :જુઓ વીડિયો : જંગલના રાજા ટોળા સાથે આવી ગયા ગામના રસ્તા પર, પછી શું થયા લોકોના હાલ