ગુજરાતદક્ષિણ ગુજરાત

ઈતિહાસમાં પહેલી વખત મનપા બજેટ દરમિયાન યોજાઇ હલવા સેરેમની, જાણો કયા શહેરમાં શરૂ થઈ પ્રથા ?

Text To Speech

સુરત મહાનગરપાલિકા પહેલી વાર બજેટ પહેલા હલવા સેરેમની કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં ફક્ત કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરતા પહેલાી હલવા સેરેમની કરવામાં આવે છે. પરંતુ સુરત પાલિકા દ્વારા પહેલી વાર કેન્દ્રના બજેટની જેમ હલવા સેરેમની કરવામાં આવી હતી.

સુરત પાલિકાની હલવા સેરેમની-humdekhengenewsw

સુરત મેયર દ્વારા હલવા સેરેમનીનું આયોજન કરાયું

સુરત મહાનગર પાલિકાના બજેટનો પહેલો દિવસ છે. ત્યારે આજે સુરત મેયર દ્વારા હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પાલિકા દ્વારા સામાન્ય સભા ખંડ બહાર સવારે 9-30 વાગ્યે મેયર-પદાધિકારીઓ કમિશનર હાજરીમાં હલવા સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત પાલિકાના દ્વારા પહેલા ફોટો સેસન યોજી ત્યાર બાદ મેયર હેમાલી બોઘાવાલાએ તમામને હલવો ખવડાવી મોઢું મીઠુ કરાવ્યું હતું. સુરત પાલિકા દ્વારા શાસકપક્ષ અને વિપક્ષ તમામને આ હલવો ખવડાવી મોઢું મીઠું કરાવવામા્ં આવ્યું હતું.

સુરત પાલિકાની હલવા સેરેમની-humdekhengenewsw

સુરત પાલિકા દ્વારા પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની યોજાઈ

મહત્વુનું છે કે દર વર્ષે સુરત પાલિકાની સામાન્ય સભામાં બજેટ રજુ થાય તે પહેલાં કોઈ ખાસ કાર્યક્રમ રાખવામાં આવતો નથી અને સીધી સામાન્યસભા શરુ કરી દેવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે સુરત પાલિકા બજેટમાં કેન્દ્ર સરકારના બજેટની જેમ જ પહેલા સેરેમની યોજવામાં આવી હતી. સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલીવાર બજેટ પહેલા હલવા સેરેમની કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો : આ વર્ષે ઉનાળામાં ગુજરાતમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, નર્મદાના પાણીને લઈને લેવાયો મહત્વનો નિર્ણય

Back to top button