કોરોના દેશમાં LIVE:33 દિવસ પછી દેશમાં કોરોનાના 10 હજારથી વધુ કેસ, ઓમિક્રોનના કેસ પણ વધીને 961 થયા: સ્વાસ્થ્ય વિભાગ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે ગુરૂવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, 33 દિવસ પછી દેશમાં ફરીથી એક દિવસમાં 10 હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. 26 ડિસેમ્બરે રોજ 10 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે. તો ઓમિક્રોન વેરિયન્ટની સ્થિતિને લઈને લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં ઓમિક્રોનથી સંક્રમણના કુલ 961 કેસની પુષ્ટિ થઈ છે, જેમાંથી 320 દર્દીઓ સ્વસ્થ થયા છે.
તેમને જણાવ્યું કે સમગ્ર દુનિયામાં 121 દેશોમાં એક મહિનામાં ઓમિક્રોનના ત્રણ લાખ 30 હજારથી વધુ કેસ સામે આવ્યા છે અને કુલ 59 દર્દીઓના મોત નિપજ્યા છે. દક્ષિણ આફ્રિકામાં કેસમાં વધારો થયો છે જે બાદ હાલ થોડી રાહત જોવા મળી રહી છે. ઓમિક્રોન વેરિયન્ટ સૌથી પહેલા દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો.
મહારાષ્ટ્ર અને કેરળમાં 10 હજારથી વધુ સક્રિય કેસ
લવ અગ્રવાલે કહ્યું કે મહારાષ્ટ્ર અને કેરળમાં 10 હજારથી વધુ સક્રિય કેસ સામે આવ્યા છે. કુલ પોઝિટિવિટી રેટ 0.92 ટકા છે. મહારાષ્ટ્રમાં 9 ડિસેમ્બરે એક સપ્તાહમાં પોઝિટિવિટી રેટ 0.76 ટકા હતી, એક મહિનામાં લગભગ 2.59 ટકા થઈ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં પણ કેસ પોઝિટિવિટીમાં વધારો નોંધાયો છે. આ પહેલાં 1.61 ટકા હતો જે હવે લગભગ 3.1 ટકા છે. ગત સપ્તાહે દેશમાં સરેરાશ 8000થી વધુ કેસ દરરોજ સામે આવી રહ્યાં છે.