ઉનાળાની સિઝન પહેલા ગુજરાતીઓને હવે મોટી રાહત મળશે આ વખતે પાણીની નહી સર્જાય. નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની ભોપાલ બેઠકમાં નર્મદા પાણીને લઈને મહત્તવનો નિર્ણય કરવામાં આવ્યો છે. નર્મદા ડેમની ઊંચાઇ વધાર્યા બાદ રાજ્યને પહેલીવાર આ વર્ષે 11.7 એમએએફ પાણી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ગુજરાતને નર્મદામાથી 11.7 MAF પાણી મળશે
મળતી માહીતી મુજબ થોડા દિવસ પહેલા ભોપાલ ખાતે ભોપાલ ખાતે નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીની બેઠક મળી હતી. જેમાં નર્મદા ડેમમાંથી ગુજરાતને ચાલુ વર્ષે 11.7 MAF પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી નર્મદા ડેમમાંથી અત્યાર સુધી ગુજરાતના ભાગે 9 મિલિયન એકર ફીટ (MAF) પાણી આવતું હતું તેના બદલે આ વર્ષે 11.7 MAF પાણી આપવામાં આવશે. હવે સરકાર 80 ડેમ150 તળાવ, 900થી વધુ ચેકડેમ નર્મદાના પાણીથી ભરી શકશે. જેથી ગુજરાતીઓને ઉનાળામાં પાણીની અછત નહી રહે.
ઉનાળામાં મહી રહે પાણીની તંગી
મહત્વનું છે કે નર્મદા ડેમની ઉંચાઈ વધારાયા બાદ ગુજરાતને પ્રથમ વખત આટલી મોટી જળરાશિ મળવા જઈ રહી છે.જે ગુજરાત માટે ખૂબ જ રાહતના વાત છે. સરકારના આ નિર્ણયથી અનેક લોકોને ઉનાળામાં મોટા રાહત મળશે અને ખેડૂતોને પણ આ વખતે ઉનાળામાં ખેચતી કરવા માટે પુરતુ પાણી મળી રહેશે.
80 ડેમ, 150 તળાવ, 900થી વધુ ચેકડેમ ભરાશે
પ્રાપ્ત જાણકારી અનુસાર નર્મદા ડેમમાંથી સૌની યોજના અને અન્ય યોજના હેઠળ 80 જેટલા મોટા ડેમ ભરવામાં આવે છે. જે ચોમાસા સુધી ચાલશે. આ સાથે નર્મદાના પાણીથી ભરવામાં આવતા150 જેટલા તળાવો પણ ભરવાનું ચાલુ રખાશે અને 900 જેટલા ચેકડેમ પણ નર્મદાના પાણીથી ભરાશે.
આ પણ વાંચો : BCCI ના પસંદગીકારના સ્ટિંગ વીડિયોથી ખળભળાટ, શું બની છે સમગ્ર ઘટના ?