ગુજરાતટોપ ન્યૂઝ

મહાશિવરાત્રિ પર્વનો પ્રારંભ : પ્રખ્યાત ભવનાથ મેળાનું આજથી શુભારંભ

જૂનાગઢની ભવનાથ તળેટીમાં આજથી મહાશિવરાત્રીના મેળાનો વિધિવત રીતે પ્રારંભ. મેળામાં દર વર્ષે લાખો ભાવિભક્તો ઉમટી પડે છે. તેથી મેળાને લઈને સાધુ સંતો, વહીવટી તંત્ર, મહાનગરપાલિકા, પોલીસ તંત્ર, એસ.ટી. વિભાગ, મંદિરો અને આશ્રમોના મહંતો તથા નાના મોટા ધંધાર્થીઓ સંપૂર્ણ રીતે આ મેળાને લઈને સજ્જ છે. મંદિરો અને આશ્રમોમાં સાફ સફાઈ કરીને તેને શણગારવામાં આવ્યા છે અને સાધુસંતો માટે મંડપો બાંધવામાં આવ્યા છે, સાધુ સંતોનું આગમન થઈ ગયું છે, ધૂણાઓ લાગી ગયા છે અને સંતોએ આસન ગ્રહણ કરી લીઘા છે અને સમગ્ર ભવનાથ વિસ્તાર શિવમય અને મેળામય બની ગયું છે.

આ પણ વાંચો : મહાશિવરાત્રિએ અચુક કરો આ ઉપાયઃ શનિની દશામાંથી મળશે મુક્તિ

ભવનાથનો મેળો - Humdekhengenews

આજથી ભવનાથના મેળાનો પ્રારંભ

ધ્વજારોહણ સાથે જ ભવનાથના મેળોનો આજથી શુભારંભ થઈ ગયો છે. જૂનાગઢની ભવનાથ તળેટીમાં મહાવદ નોમ શરુ થતો આ ભવનાથનો મેળો ચતુર્દશી સુધી ચાલે છે.  નોમના દિવસે ધજા ચઢાવવામાં આવે છે અને ત્યારથી જ ભવનાથમાં સાધુસંતોનું આગમન શરુ થઈ જાય છે. મહા માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીના દિવસે રાત્રીના ભવનાથમાં દિગંબર સાધુની રવાડી નીકળે છે અને મધ્યરાત્રીએ દિગંબર સાધુના મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ ભવનાથ મહાદેવની મહાઆરતી સાથે મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ થાય છે. આ સાધુસંતો ભવનાથમાં પાંચ દિવસ સુધી ધૂણો લગાવે છે જેના માટે ભવનાથ વિસ્તારમાં ભવનાથ મંદિર આસપાસ સાધુના ધૂણા તૈયાર કરવામાં આવે છે.

ભવનાથનો મેળો - Humdekhengenews

ભવનાથના મેળાને લઈને તંત્ર સજ્જ

મનપા તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળા દરમિયાન ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં સફાઈ, પાણીની વ્યવસ્થા, પીજીવીસીએલ દ્વારા લાઈટ, વાહન વ્યવહાર માટે એસ.ટી. તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યારે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડતાં હોય ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ જરુરી બની જાય છે. માટે મહાશિવરાત્રીના મેળાને લઈને જૂનાગઢ પોલીસ દ્વારા અઢી હજાર જેટલા પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આવનાર ભાવિકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ તત્પર છે. તેમજ મેળામાં બિનજરુરી ખોટી રીતે અફવાઓ ન ફેલાય તેની પણ પોલીસે લોકોને અપીલ કરી છે, મેળા દરમિયાન ખીસ્સા કાતરૂ, પાકીટ, મોબાઈલ ચોરી જેવી ઘટના બનતી હોય છે ત્યારે આ અંગે પણ પોલીસ એકદમ સજ્જ છે. તે માટે સીસીટીવી તથા ડ્રોનની મદદથી મોનિટરીંગની વ્યવસ્થા કરવામાં આવી છે, મેળાની સુરક્ષા માટે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, સ્કેનર વગેરે સાધનો દ્વારા ચેકીંગ થશે તથા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : હવામાન વિભાગની આગાહી : ગરમી માટે રહો તૈયાર, આ દિવસથી રાજ્યભરમાં વધશે તાપમાન

શંખ બનશે આકર્ષણનું કેન્દ્ર

આ વખતે મહાશિવરાત્રીના મેળામાં એક મોટો શંખ આકર્ષણનું કેન્દ્ર રહેશે, ભવનાથ મહાદેવ મંદિર ખાતે અંદાજે 300 કીલોનો મોટો આર્ટીફીશ્યલ શંખ મુકવામાં આવ્યો છે, શંખની વિધિવત રીતે પૂજા કરીને તેને પ્રસ્થાપિત કરવામાં આવશે, આ શંખ મુંબઈના કોઈ આર્ટીસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, તેમજ અગાઉ પણ આ પ્રકારના શંખ જ્યોતિર્લીંગ ઉપરાંત હરીદ્વાર હર કી પૈડી અને મુંબઈમાં તારદેવ સર્કલ, બાબુલનાથ મંદિર, મુંબાદેવી ખાતે મુકવામાં આવ્યા છે, શંખ દેવોનું વાદ્ય છે અને શંખ ધ્વનિ તેનો નાદ એક સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, તેમાં પણ શિવ મંદિરમાં શંખનું મહાત્મ્ય વધી જાય છે. લોકોમાં શંખ માટે જાગૃતિ આવે અને લોકોને શંખનું મહત્વ સમજાય તે હેતુથી એક મોટા આકારનો શંખ આ વખતે જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં જોવા મળશે.

આ પણ વાંચો : મહાશિવરાત્રી પર ભગવાન શિવને બેલપત્ર ચઢાવવામાં આવે તો શું થાય? જાણો શું છે તેનું મહત્વ

ભવનાથનો મેળો - Humdekhengenews

મહાશિવરાત્રીના મેળા માટે એસટી દ્વારા 56 બસોનો પ્રારંભ

મહાશિવરાત્રીના મેળામાં મોટી સંખ્યામાં ભાવિકો ભક્તોના ટોળા આવતાં હોય છે, તેથી એસ.ટી. વિભાગ દ્વારા ભવનાથ માટે ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા એસ.ટી. નિગમને નવી 151 બસો ફાળવવામાં આવી છે જે પૈકી જૂનાગઢ ડિવિઝનને 14 નવી બસો આપવામાં આવી છે જેમાં 4 સ્લીપર કોચ અને 10 ટુ બાય ટુ લકઝરી બસનો સમાવેશ થાય છે, આ સાથે જૂનાગઢ ડિવીઝનમાં બે નવા રૂટની પણ શરૂઆત કરવામાં આવી, જેમાં સોમનાથ ગાંધીનગર અને કેશોદ નાથદ્વારા બસનો પ્રારંભ કરવામાં આવ્યો, મહાશિવરાત્રીના મેળામાં જવા માટે 56 બસો ફાળવવામાં આવી છે જેનું ભાડું વીસ રૂપીયા રાખવામાં આવ્યું છે, આ તમામ બસોને ધારાસભ્ય સંજય કોરડીયા અને મેયર ગીતાબેન પરમારે શ્રીફળ વધેરી લીલીઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.

Back to top button