વર્લ્ડ

કેનેડામાં હિન્દુ મંદિરની બહાર દેશવિરોધી સૂત્રો લખવામાં આવ્યા, ભારતીય દૂતાવસે કરી તપાસની માંગ

Text To Speech

ફરી એકવાર કેનેડામાં હિન્દુ મંદિર પર દેશવિરોધી સૂત્રો લખવાની ઘટના સામે આવી છે. જેના મામલે ભારતીય દૂતાવસ સુધી ફરિયાદ પહોંચી છે. માહિતી અનુસાર, કેનેડાના મિસિસોગામાં રામ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. જેના અંગે ભારતીય દૂતાવાસે બુધવારે ટ્વિટ કર્યું, “અમે મિસીસૌગાના રામ મંદિરમાં ભારત વિરોધી ગ્રેફિટી (દિવાલો પર વાંધાજનક સૂત્રો)ની સખત નિંદા કરીએ છીએ. અમે કેનેડિયન સત્તાવાળાઓને આ ઘટનાની તપાસ કરવા અને ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરીએ છીએ.

Canada hindu temple Hum Dekhenge News 01

આ મામલે ભારતીય દૂતાવાસે તેની સખત નિંદા કરી છે. ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે પણ આ મામલામાં દોષિતો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અગાઉ પણ કેનેડામાં હિંદુ મંદિરો પર ભારત વિરોધી સૂત્રો લખવાની ઘણી ઘટનાઓ સામે આવી છે. રિપોર્ટ્સ અનુસાર અહીં એક વર્ષમાં 4 વખત આવું બન્યું છે. અગાઉ, જાન્યુઆરીમાં કેનેડાના બ્રામ્પટનમાં એક હિન્દુ મંદિરમાં આવી તોડફોડ કરવામાં આવી હતી, જેણે ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાવ્યો હતો.

Canada hindu temple Hum Dekhenge News 02

એટલું જ નહીં અગાઉની ઘટના બાદ કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચી છે અને તેના અંગે કેટલાક વિસ્તારોમાં વિરોધ પણ ઉઠી રહ્યો છે. જેના અંગે ટોરોન્ટોમાં ભારતીય દૂતાવાસે કહ્યું કે ભારતીય વારસાના પ્રતીક એવા બ્રામ્પટનમાં ગૌરી શંકર મંદિરમાં ભારત વિરોધી સૂત્રોચ્ચારની અમે સખત નિંદા કરીએ છીએ. તોડફોડના ધિક્કારપાત્ર કૃત્યથી કેનેડામાં ભારતીય સમુદાયની લાગણીઓને ઊંડી ઠેસ પહોંચી છે. અધિકારીઓને આ મામલે નક્કર કાર્યવાહી કરવા અપીલ કરી છે.

આ પણ વાંચો : એરબસ પાસેથી 250 અને બોઈંગ પાસેથી 290 વિમાનની ખરીદી કરશે ભારત, મોદીએ મેક્રોનનો આભાર માન્યો

Back to top button