BCCI ના પસંદગીકારના સ્ટિંગ વીડિયોથી ખળભળાટ, શું બની છે સમગ્ર ઘટના ?
ભારતીય ક્રિકેટ જગત એ દુનિયાનું સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડ છે. સવા સો કરોડ લોકોમાં બેસ્ટ 11 ખેલાડીને પસંદ કરવા તે એક ચેલેન્જ હોય છે. 100 આંતરરાષ્ટ્રીય મેચો રમેલા અને ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ચેતન શર્મા ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર છે. ચેતન શર્માએ ભારતીય ક્રિકેટ અને ક્રિકેટરોની ફિટનેસને લઈને અનેક ખુલાસા કર્યા છે. આવો જાણીએ શું ખુલાસા કર્યા.
આ પણ વાંચો : વિરાટ કોહલી વિશે પાકિસ્તાનનું વિવાદાસ્પદ નિવેદન, ‘તે ક્યારેય સૂર્યકુમાર યાદવ કે રોહિત શર્મા નહીં બની શકે’
ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા હાલમાં મોટી મુશ્કેલીમાં મુકાયા છે. તેના ઈન્ટરવ્યુથી ભારતીય ક્રિકેટ જગતમાં હલચલ મચી ગઈ છે. એક ન્યૂઝ ચેનલે ચેતન શર્મા પર સ્ટિંગ ઓપરેશન કર્યું હતું અને આ સ્ટિંગ ઓપરેશનથી કરેલા ખુલાસાથી તેની ખુરશી ડગમગી ગઈ છે. ભારતીય પસંદગીકારે ખેલાડીઓની ફિટનેસ, વિરાટ કોહલીની કેપ્ટનશિપ વિવાદ, રોહિત શર્માના ભવિષ્ય સહિત અનેક મુદ્દાઓ પર ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો : …તો રોહિત શર્માની કેપ્ટનશીપ છીનવાશે…? BCCIની બેઠક બાદ ઉઠ્યાં સવાલો !
ચેતન શર્માએ કથિત રીતે તો ત્યાં સુધી કહ્યું કે ભારતીય ક્રિકેટરો પોતાને ફિટ રાખવા માટે ઈન્જેક્શન લે છે. તેને આ દરમિયાન એમ પણ કહ્યું કે વિરાટ કોહલી BCCIના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પર વળતો પ્રહાર કરવા માંગે છે.
આ ઓઅન વાંચો : કોચ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માને બદનામ કરવાનું કાવતરું, ટીમ ઈન્ડિયાએ કર્યું નિષ્ફળ
આ દસ મુદ્દા દ્વારા સમગ્ર ઘટનાને સમજીએ
- ચેતન શર્માએ કહ્યું કે ભારતીય ખેલાડીઓ 80 ટકા ફિટ હોવા છતાં ક્રિકેટ મેચ રમવા માટે 100 ટકા ફિટ થઈ જાય છે. આ પેન કિલર નથી. શર્માએ વધુમાં કહ્યું કે આ ઈન્જેક્શનમાં એક એવી દવા છે, જે ડોપ ટેસ્ટમાં પકડાતી નથી.
- ચેતન શર્માએ ખુલાસો કર્યો કે કેટલાક સ્ટાર ખેલાડીઓ સંપૂર્ણ ફિટ ન હોવા છતાં નેશનલ ક્રિકેટ એકેડમી(NCA) તરફથી ગ્રીન સિગ્નલ મળે છે. ત્યારબાદ પસંદગીકારને તેમના પર અંતિમ નિર્ણય લેવાનું કહેવામાં આવે છે.
- મુખ્ય પસંદગીકારે ખુલાસો કર્યો હતો કે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે જસપ્રીત બુમરાહને બળજબરીથી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તેની ઈજાની ગંભીરતાનો અંદાજ આના પરથી જ લગાવી શકાય છે કે જો તે T20 વર્લ્ડકપમાં એક પણ મેચ રમ્યો હોત તો તે એક વર્ષ માટે બહાર થઈ ગયો હોત.
- ચેતન શર્માએ કહ્યું કે હાર્દિક પંડ્યાની તેના ઘરે અવર-જવર ચાલુ હોય છે, જ્યારે કેપ્ટન રોહિત શર્મા તેની સાથે અડધો કલાકે વાત કરે છે.
- શર્માએ વધુમાં કહ્યું કે, સ્ટાર ખેલાડીઓને આરામના નામે બહાર બેસાડવામાં આવે છે, જ્યારે નવા ખેલાડીને તક આપવી હોય ત્યારે મોટા ખેલાડીને આરામ આપવામાં આવે છે.
- વિરાટ કોહલીની કેપ્ટનશીપના વિવાદ પર ચેતન શર્માએ કહ્યું કે કે સૌરવ ગાંગુલીના કારણે વિરાટની કેપ્ટનશીપ ખોવાઈ છે, પરંતુ હકીકતમાં એવું નથી. 9 લોકોની વિડિયો કોન્ફરન્સમાં ગાંગુલીએ તેને કહ્યું હતું કે એક વખત વિચારી લે, પરંતુ કદાચ કોહલીએ તેની વાત ન સાંભળી.
- ચેતન શર્માએ કહ્યું કે કોહલીએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ જતા પહેલા કેપ્ટનશીપનો બિનજરૂરી મુદ્દો ઉઠાવ્યો. તેનું કહેવું હતું કે તેને દોઢ કલાક પહેલા કહેવામાં આવ્યું હતું. તે ગાંગુલી પર વળતો પ્રહાર કરવા માંગતો હતો.
- ભારતીય પસંદગીકાર ચેતન શર્માએ વધુમાં કહ્યું કે રોહિત શર્મા હવે ભારતીય T20 ટીમનો ભાગ નહીં રહે અને હાર્દિક પંડ્યા T20 ટીમની કેપ્ટનશીપ કરશે.
- ચેતન શર્માએ કથિત રીતે ખુલાસો કર્યો હતો કે શુભમન ગિલને તક આપવા માટે વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા સ્ટાર ખેલાડીને આરામ આપવામાં આવ્યો હતો.
- ચેતન શર્માએ એમ પણ કહ્યું કે ગાંગુલી રોહિતની તરફેણમાં નહોતો, પરંતુ તે કોહલીને પસંદ કરતો ન હતો.