ઉત્તર ગુજરાતગુજરાત

પાલનપુર : ડીસા પાસે મોડી રાત્રે રસોયાનું જીપડાલુ અને ટ્રક ટકરાતા અકસ્માત, ચાર લોકોને ઈજા

Text To Speech

પાલનપુર : ડીસા પાસે મોડી રાત્રે જીપડાલુ અને ટ્રક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં જીપડાલામાં સવાર બે મહિલાઓ સહિત ચાર લોકોને ગંભીર ઈજા પહોંચતા 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.


ડીસા તાલુકાના વાસણા ગામેથી રસોઈયાઓની ટીમ રાણપુર ગામે પ્રસંગમાં જઈ રહી હતી. અને જીપડાલામાં સવાર લોકો ડીસા રાણપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી આવેલી ટ્રક અને જીપડાલુ સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સવાર ચાલક અને બે મહિલાઓ સહિત કુલ ચાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને 108 એમ્બ્યુલન્સ વાન ની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી

ડીસા- રાણપુર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત રમેશ ધૂંખ,રેખાબેન ધૂંખ,વિમળાબેન ધૂંખ અને હાર્દિક લગોટીને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખખડાયા હતા. ઘટનાની જાણ થતા જ ડીસા ઉત્તર પોલીસ મથકની ટીમ પણ અકસ્માત સ્થળે પહોંચી હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. જ્યારે પોલીસે ટ્રકના ક્લીનર ની પૂછપરછ કરી ફરાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : પાલનપુર : માતા-પિતાનું પૂજન કરી ડીસામાં “વેલેન્ટાઈન ડે”ની અનોખી ઉજવણી

Back to top button