અમેરિકાના આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી ભારતીય મૂળની નિક્કી હેલી લડશે
ભારતીય મૂળના રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ યુનાઇટેડ સ્ટેટ્સમાં 2024માં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ માટે તેણે પોતાનો દાવો રજૂ કર્યો છે. હેલી દક્ષિણ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર અને સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ભૂતપૂર્વ રાજદૂત રહી ચૂક્યા છે.
Nikki Haley is filing to run for President on the GOP ticket against Trump, tomorrow.
So far you have Nikki Haley, Tim Scott, & Ron DeSantis whose political careers will effectively and rightfully be destroyed by Donald Trump in 2024.
I can’t wait to watch them all get exposed.
— Laura Loomer (@LauraLoomer) February 14, 2023
2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી, તે રિપબ્લિકન નોમિનેશન માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રથમ મોટી ચેલેન્જર બની ગઈ છે. જ્યારે તેણે બે વર્ષ પહેલા કહ્યું હતું કે તે 2024માં વ્હાઇટ હાઉસ માટે તેના ભૂતપૂર્વ બોસ એટલે કે ટ્રમ્પને પડકારશે નહીં.
Get excited! Time for a new generation.
Let’s do this! ???? ???????? pic.twitter.com/BD5k4WY1CP
— Nikki Haley (@NikkiHaley) February 14, 2023
‘આ નવી પેઢીનો સમય છે’
ભારતીય મૂળની રિપબ્લિકન નેતા નિક્કી હેલી દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સમાં 2024 ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો દાવો રજૂ કર્યા પછી, તે સ્પષ્ટ થઈ ગયું છે કે તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પડકાર આપશે. તેમણે એક વીડિયો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પોતાનો દાવો રજૂ કર્યો હતો.
બે વર્ષ પહેલા તે ટ્રમ્પ માટે પડકારરૂપ ન હતી, પરંતુ હવે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે. વાસ્તવમાં, ભારતીય મૂળની અમેરિકન રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ ગયા મહિને જ જો બિડેન સામે યુએસ પ્રમુખપદની ચૂંટણી 2024 લડવાના સંકેતો આપ્યા હતા. તેના માતા-પિતા મૂળ અમૃતસરના છે.
જાન્યુઆરીમાં એક ઇન્ટરવ્યુમાં, અમેરિકન રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીને પૂછવામાં આવ્યું હતું કે શું તે 2024ની યુએસ પ્રમુખપદની ચૂંટણી લડવા જઈ રહી છે. તો તેણે જવાબ આપ્યો. “આ નવી પેઢી માટે સમય છે, તે નવા નેતૃત્વનો સમય છે, અને તે આપણા દેશને પાછો લેવાનો સમય છે. અમેરિકા લડવા માટે તૈયાર છે અને અમે હમણાં જ શરૂઆત કરી રહ્યા છીએ.
Nikki Haley announces for president: “You should know this about me, I don’t put up with bullies. And when you kick back, it hurts them more if you’re wearing heels.” pic.twitter.com/0fHLA8wVO3
— Ron Filipkowski ???????? (@RonFilipkowski) February 14, 2023
નિક્કીએ એપ્રિલ 2021માં કહ્યું હતું કે જ્યારે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 2024ની વ્હાઇટ હાઉસ ચૂંટણીની રેસમાં હતા ત્યારે તે ચૂંટણી નહીં લડે, પરંતુ જાન્યુઆરીમાં તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે રિપબ્લિકન પાર્ટીને પણ યુવા નેતૃત્વની જરૂર છે.
આ સ્ટોરી પણ વાંચોઃ ક્વીન કોન્સોર્ટ કેમિલા બીજી વખત કોરોના સંક્રમિત, એક સપ્તાહના તમામ કાર્યક્રમો રદ્દ
‘જો બિડેન બીજી ટર્મ માટે લાયક નથી’
રિપબ્લિકન પાર્ટીના નેતા નિક્કી હેલીએ કહ્યું હતું કે જો બિડેન બીજી ટર્મ માટે લાયક નથી. તેમણે કહ્યું કે રિપબ્લિકનને સરકારમાં પાછા લાવવાની જરૂર છે જે નેતૃત્વ કરી શકે અને ચૂંટણી જીતી શકે. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી 5 નવેમ્બર, 2024ના રોજ યોજાવા જઈ રહી છે. આ ઈન્ટરવ્યુમાં તેણે એમ પણ કહ્યું કે તેને લાગે છે કે તે દેશને એક નવી દિશામાં લઈ જવા માટે એક નેતા તરીકે ઉભરી શકે છે.