સેટ ટોપ બોક્સ બાય-બાય, હવે ફ્રી જોવા મળશે 200 જેટલી ચેનલો
દરેકના ઘરમાં ટીવી હોય છે પરંતુ ટીવીમાં કોઈ ચેનલ ન હોય તો ટીવી નકામું બની જાય છે. ટીવી ચેનલો જોવી તો ગમે છે પરંતુ ચેનલોના ભાવ વધતા જાય છે. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. હવે સરકાર દ્વારા ‘અચ્છે દિન‘ લાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે સરકાર એક એવો પ્લાન તૈયાર કરી રહી છે, જેના પછી તમે સેટ ટોપ બોક્સ વિના પણ 200 થી વધુ ટીવી ચેનલોનો આનંદ માણી શકશો એટલે કે સેટ ટોપ બોક્સના ખર્ચથી બચી શકીશો.
તાજેતરમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તાજેતરમાં માહિતી આપી હતી કે ટીવી ઉત્પાદન દરમિયાન જ ટીવીમાં સેટેલાઇટ ટ્યુનર લગાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. અનુરાગ ઠાકુરે કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય એ છે કે લોકો 200 થી વધુ ટીવી ચેનલો જોઈ શકે અને આ માટે અમે ટીવી ઉત્પાદન દરમિયાન જ સેટેલાઇટ ટ્યુનર લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જો આમ થશે તો લોકોને સેટટોપ બોક્સ વિના દૂરદર્શનના કાર્યક્રમો જોવાની સુવિધા મળશે.
આ પણ વાંચો : સૂચના અને પ્રસારણ મંત્રાલયે ટીવી ચેનલો માટે જાહેર કરી એડવાઈઝરી, કહ્યું- સંવેદનશીલ વીડિયોમાં એડિટિંગ કરો
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે જો તમારા ટીવી સેટમાં ઇનબિલ્ટ સેટેલાઇટ ટ્યુનર છે, તો તમારે અલગ સેટ ટોપ બોક્સની જરૂર નથી. તમે રિમોટ પર માત્ર એક ક્લિક કરીને તમારા ટીવીમાં 200 થી વધુ ટીવી ચેનલો આનંદ માણી શકશો.
આ પણ વાંચો : દરરોજ 30 મિનિટનું ‘જનહિત પ્રસારણ’ ફરજિયાત, સરકારે ટીવી ચેનલો માટે જારી કર્યા નવા નિયમો
નિર્ણય લેવાનો બાકી
અનુરાગ ઠાકુરે પણ સ્પષ્ટ કર્યું છે કે આ બાબતે હજુ નિર્ણય લેવાનો બાકી છે. તમને જણાવી દઈયે કે ડિસેમ્બર 2022માં અનુરાગ ઠાકુરે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ટીવી ઉત્પાદન કરતી કંપનીઓને ટીવી સેટમાં સેટેલાઈટ ટ્યુનર લગાવવા માટે બ્યુરો ઑફ ઈન્ડસ્ટ્રિયલ સ્ટાન્ડર્ડ્સ દ્વારા જાહેર કરાયેલા ધોરણોને અપનાવવાની સૂચનાની વાત લાખી હતી.
આ પણ વાંચો : શું તમે પણ ફેક ન્યૂઝથી પરેશાન થઈ ગયા છો ? તો આ રહ્યું આ સમસ્યાનું નિવારણ
ટેક્નોલોજી આવી રીતે કામ કરશે
આ બિલ્ટ-ઇન સેટેલાઇટ ટ્યુનર્સ સાથે, ટીવીને યોગ્ય જગ્યાએ રાખવું પડશે અથવા નાના એન્ટેના લગાવીને ફ્રી ટુ એર ટીવી અને રેડિયો ચેનલોની સુવિધા પૂરી પાડવામાં મદદ કરશે. તમને જણાવી દઈએ કે અત્યારે દર્શકોને અલગ-અલગ ટીવી ચેનલો માટે પૈસા ચૂકવવા પડે છે અને ટીવી જોવા માટે સેટ ટોપ બોક્સની જરૂર પડે છે. પરંતુ હવે 200 જેટલી ફ્રી ચેનલ મળશે.