દેશમાં 4 હજાર નવા કોરોના કેસ, એક્ટિવ કેસ 22 હજારને પાર
ભારતમાં કોરોનાના કેસ ફરી એકવાર જોર પકડી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસોમાં તેજી જોવા મળી રહી છે. તાજેતરના ડેટા અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના કુલ 3,962 નવા કેસ નોંધાયા છે. કોરોનાથી 26 લોકોના મોત થયા છે. આ પછી સક્રિય કેસોની સંખ્યામાં પણ મોટો ઉછાળો આવ્યો છે, જે હવે 22,416 પર પહોંચી ગયો છે.
84 દિવસ પછી સૌથી વધુ કેસ
એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે પણ દેશમાં લગભગ ચાર હજાર કોરોના કેસ નોંધાયા હતા. 3 જૂને, ચેપના 4,041 નવા કેસ નોંધાયા હતા, જ્યારે 10 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ભારતમાં, 84 દિવસ પછી એક દિવસમાં કોવિડ -19 ના 4,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. ભારતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા હવે 4,31,72,547 છે. તે જ સમયે, કોરોનાને કારણે અત્યાર સુધીમાં 5,24,677 લોકોએ જીવ ગુમાવ્યો છે.
કેરળમાં સૌથી વધુ મૃત્યુ
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,239 દર્દીઓનો વધારો નોંધવામાં આવ્યો છે, જે સક્રિય કેસોની સંખ્યા 22,416 પર લઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામેલા 26 લોકોમાંથી 20 લોકો કેરળના છે. ડેટા અનુસાર, દેશમાં કોવિડ-19ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા કુલ કેસના 0.05 ટકા થઈ ગઈ છે. તે જ સમયે, દર્દીઓનો સાજા થવાનો દર 98.73 ટકા છે.
ડેટા અનુસાર, દૈનિક ચેપ દર 0.89 ટકા છે, જ્યારે સાપ્તાહિક ચેપ દર 0.77 ટકા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 4,26,25,454 લોકો ચેપ મુક્ત થયા છે અને કોવિડ-19થી મૃત્યુદર 1.22 ટકા છે. અત્યાર સુધીમાં, રસીકરણ અભિયાન હેઠળ દેશભરમાં કોરોનાની રસીના 193.83 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.