ગુજરાત

ગુજરાતમાં લોકઅદાલતની સરાહનીય કામગારી, એક દિવસમાં 3,58,951 કેસનો નિકાલ કર્યો

Text To Speech

રાજ્યમાં લોકઅદાલતના એક દિવસમાં જ 3,58,951 કેસનો નિકાલ કરાયો છે. જેમાં સૌથી વધુ મેટ્રોપોલિટન કોર્ટમાં કુલ 1,30,271 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. તેમજ સુરત જિલ્લા કોર્ટમાં 38,092 કેસનો નિકાલ થયો છે. તથા લોકઅદાલત સમયે પક્ષકારો વચ્ચે સમાધાન થતા 23,809 પડતર કેસનો નિકાલ થયો છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બિનવારસી વાહનો માટે પોલીસે લીધો મોટો નિર્ણય 

પક્ષકારો વચ્ચે સમાધાન થતા 23,809 પડતર કેસનો નિકાલ

રાજ્યની વિવિધ કોર્ટમાં યોજાયેલી લોકઅદાલતમાં કુલ 3,58,951 કેસનો નિકાલ કરાયો છે. જેમાં, પડતર એવા 1,84,590 કેસો તથા પ્રિ-લિટિગેશનના 2,01,361 કેસોનો સમાવેશ થાય છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં સ્થિત મેટ્રોપોલિટન કોર્ટમાં કુલ 1,30,271નો નિકાલ કરાયેલો છે. જ્યારે બીજી ક્રમે સુરત જિલ્લા કોર્ટ રહી છે, જ્યાં કુલ 38,092 કેસનો નિકાલ કરાયો છે.

આ પણ વાંચો: અમદાવાદ: AMC આકરા પાણીએ, ટેક્સ નહીં ભરનારના પાણી-ગટર-વીજળી જોડાણ કાપશે

મેટ્રોપોલિટન કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં ફોજદારી કેસ, નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ -138ના કેસ (ચેક બાઉન્સના કેસ), લગ્ન સંબંધિત તેમજ ભરણપોષણ સહિતના કુલ 41,687 કેસોને હાથ પર લેવામાં આવેલા. જેમાં, લોકઅદાલત સમયે પક્ષકારો વચ્ચે સમાધાન થતા 23,809 પડતર કેસનો નિકાલ કરાયો છે.

આ પણ વાંચો: પેપર લીક કરનારાની થોડા રૂપિયાની લાલચે આશાસ્પદ યુવતીનું મોત થયુ 

બાકી રહેલા ઈ-મેમાની રકમ ભરતા, આ કેસનો નિકાલ કરાયો

લોક અદાલત સમયે, મોટર વ્હિકલ એક્ટ-1998 હેઠળ ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન સંદર્ભે અમદાવાદ ટ્રાફિક પોલીસે ઈશ્યૂ કરેલા ઈ-મેમો (ચલણ) ભરવાની બાકી રકમને લગતા પ્રિ-લિટીગેશનનો પણ સમાવેશ કરાયેલો. જેમાં, પ્રિ-સેટિંગ સેશનમાં કુલ 1,04,806 પક્ષકારોએ ભાગ લઈને તેમના બાકી રહેલા ઈ-મેમાની રકમ ભરતા, આ કેસનો નિકાલ કરાયો છે.

Back to top button