ભારતની રાજનીતિમાં મોટો બદલાવ લાવનાર નેતા એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. 2014 પછી ભારતની રાજનીતિમાં એક નવા યુગની શરૂઆત થઈ જેમાં કેટલાક લોકો તેને મોદીયુગ તરીકે ઓળખે છે તો કેટલાક તેને આલોચના સ્વરૂપે અનેક ઉપનામ આપી ચૂક્યા છે, જે આપણે અહિયાં લખી શકીએ તેમ નથી. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જ ગુજરત સહિત ભારતની રાજનીતિમાં બદલાવની શરૂઆત થઈ ચૂકી હતી. પોતાના વક્તવ્યથી જાણીતા નરેન્દ્ર મોદી પાસે વક્તવ્યની સાથે સાથે એક એક કુશળ વહીવટી આવડત પણ હતી. જેના લીધે ભાજપ આટલો મોટો રાજકીય પક્ષ હોવા છતાં ડેમેજ થવામાં કે વિપક્ષ માટે ડેમેજ કરવામાં કોઈ આજ સુધી સફળ થયું નથી અને રાજકીય વિશ્લેષકોનું માનીએ તો મોદીના અસ્તિત્વ સુધી તે થશે પણ નહિ.
આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બન્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 3200 કિલોમીટરની પદયાત્રા કરી જેમાં કેટલાક રાજનીતિક વિશ્લેષકો માને છે કે રાહુલે પોતાની ઇમેજ સુધારવા અને પોતાના પરિવારની પરંપરા જાળવવા આ યાત્રા કરી. પરંતુ અહીં રાહુલને રાજકીય ફાયદાની વાત કરવામાં આવે તો આ યાત્રાથી રાહુલણી ઈમેજમાં થોડો સુધાર આવ્યો છે. પણ રાજકીય ફાયદો કઈ ખાસ થાય તેવી કોઈ શક્યતા લાગી રહી નથી. હમણાંની જ સંસદ સત્રની વાત કરવામાં આવે, તો રાહુલે અદાણીના વિવાદને મોટો મુદ્દો બનાવવાનો પ્રયત્ન કર્યો પણ કોંગ્રેસ ના જ માત્ર 5-7 નેતાઓ બાદ કરતાં કોઈ સિનિયર નેતાએ અદાણી વિવાદને મોટો મુદ્દો બનાવવામાં નિષ્ફળ ગયા. આ અગાઉ પણ રાફેલ વિવાદમાં પણ આવુ જ થયું હતું અને તેનું પરિણામ પણ આપણે સૌ સારી રીતે જાણીએ જ છીએ.
આ પણ વાંચો : PM મોદીના નેહરુ સરનેમ પર નિવેદનને લઈ રાહુલનો પલટવાર
કોંગ્રેસ મૂળ મુદ્દા ઉઠાવવામાં ક્યાંક નિષ્ફળ જવાને લીધે જ વડાપ્રધાન મોદીનું રાજકીય કદ ભારત સહિત વિશ્વમાં પણ વધી રહ્યું છે તેમા કોઈ બે મત નથી. ફક્ત નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવામાં ક્યાંક કોંગ્રેસ બેકફૂટ પર જઈ રહી છે. કોંગ્રેસ જેટલી પણ વાર વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરે છે તેટલી વાર નુકસાન કોંગ્રેસને જ થાય છે તે સૌ કોઈ જાણે જ છે. કોંગ્રેસમાં ફક્ત રાહુલ ગાંધી અને અન્ય આંગળીના વેઢે ગણાય તેટલા જ નેતાઓ કોંગ્રેસ માટે લડી રહ્યા છે બાકીના પોતાના રાજકીય કારકિર્દી માટે લડી રહ્યા છે જે એકદમ સ્પષ્ટ વાત છે.
આ પણ વાંચો : PM મોદીને ‘ગોલ્ડનો ગુલદસ્તો’, વેલેન્ટાઈન્સ ડે પર સુરતી વિદ્યાર્થીઓની ભેટ
જ્યારે કોંગ્રેસને પક્ષના આંતરિક વિવાદ અને જુથવાદ અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે ત્યારે દોષનો ટોપલો મીડિયાના માથે નાખવામાં આવે છે પણ અહી બીજી એક વાત પણ સમજવી જરૂરી છે કે મીડિયા બધા એક સરખા નથી હોતા. કોંગ્રેસે એ વાત સ્વીકારવી રહી કે પોતાનું સંગઠનમાં સુધારની જરૂર છે જ. રાહુલ ગાંધીએ પદયાત્રા કરી જેનો તેમણે પોતાને ફાયદો થશે જ પણ કોંગ્રેસ પક્ષ મજબૂત નહી થાય. રાહુલ ગાંધી સર્વ સત્યથી વાકેફ જ છે પણ જે પરિસ્થિતિ હાલ કોંગ્રેસમાં છે તેમ તેઓ પણ કઈ કરી શકે તેમ નથી અને તેમણે પણ એકલા હાથે લડવાનું મન બનાવી જ લીધું છે.
આ પણ વાંચો : અમૂલ ડેરીમાં આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી, ભાજપની પસંદગી પર સૌ કોઈની નજર
2024 લોકસભાની ચુંટણી આવતા વર્ષે યોજવાની છે ત્યારે ભારતની રાજનીતિમાં તેમાં પણ કઈક નવું જોવા મળે તેવું હાલની પરિસ્થિતિએ લાગી રહ્યું છે કારણ કે હમણાં થોડા સમય અગાઉ કેજરીવાલ, અખિલેશ યાદવ, ભાગવત માન અને કેસીઆર આએક મંચ પર જોવા મળ્યા હતા, આ અગાઉ કેસીઆર પણ કેજરીવાલની પ્રશંસા કરી ચૂક્યા છે એટલે આગામી લોકસભા 2024 ની ચુંટણીમાં નવો વિપક્ષ જોવા મળે તો નવાઈ નહિ.