ટોપ ન્યૂઝવર્લ્ડ

ન્યૂઝીલેન્ડમાં વાવાઝોડા ગેબ્રિયલના કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર, 509 ફ્લાઇટ રદ્દ

Text To Speech

દુનિયામાં વિવિધ દેશોમાં વિવિધ સમસ્યાઓ ચાલી રહી છે. એક તરફ તુર્કી-સીરિયામાં ભૂકંપથી લોકોની સ્થિતિ ખરાબ બની રહી છે. તો રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ હજી પણ ચાલુ છે. ત્યાં ન્યુઝીલેન્ડ સરકારે નોર્થ આઇલેન્ડ પર ઉષ્ણકટિબંધીય વાવાઝોડા ગેબ્રિયલને કારણે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે. ન્યુઝીલેન્ડના ઈતિહાસમાં આ ત્રીજી વખત છે જ્યારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે.

newzeland emergency Hum Dekhenge News 01

છેલ્લા બે દિવસોથી ચક્રવાત ગેબ્રિયલને કારણે ન્યુઝીલેન્ડના નોર્થ આઇલેન્ડમાં ભારે પૂર અને ભૂસ્ખલન થયું છે. તેમજ દરિયાઈ મોજા પણ ઉછળી રહ્યા છે. ચક્રવાત ગેબ્રિયલ બાદ મંગળવારે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી હતી. ન્યુઝીલેન્ડના ઈતિહાસમાં આ માત્ર ત્રીજી વખત છે જ્યારે વાવાઝોડાને કારણે ઈમરજન્સી લાગુ કરવામાં આવી હોય. આ પહેલા સોમવારે લગભગ 509 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી. દેશના ઉત્તરીય વિસ્તારોમાં 250 કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. ઓકલેન્ડ શહેરમાં પવનની ઝડપ હાલમાં 110 કિલોમીટર પ્રતિ કલાકની હતી. ઉત્તરીય વિસ્તારોમાં લગભગ 46 હજાર ઘરોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો.

newzeland emergency Hum Dekhenge News

ચક્રવાત ગેબ્રિયલને કારણે ભારે વરસાદ અને જોરદાર પવનથી હજારો ઘરોમાં વીજ પુરવઠો ખોરવાતા ઈમરજન્સી મેનેજમેન્ટ મિનિસ્ટર કિરન મેકએનલ્ટીએ આ કટોકટીની જાહેરાત પર હસ્તાક્ષર કર્યા હતા. મેકએનલ્ટીએ જણાવ્યું હતું કે આ એક અભૂતપૂર્વ હવામાન ઘટના છે જે ઉત્તર ટાપુના મોટા ભાગ પર મોટી અસર કરી રહી છે.

newzeland emergency Hum Dekhenge News 02

ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન ક્રિસ હિપકિન્સે આ વાાઝોડાને ભયાનક ગણાવ્યો છે અને કહ્યું કે, દેશની આ સ્થિતિ માટે અત્યાર સુધીમાં 60 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે. તેમજ કોસ્ટ લાઈનના આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાનો પર લઈ જવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે.

ખાસ નોંધનીય વાત એ છેકે, 15 દિવસ અગાઉ 30 જાન્યુઆરીના જ ન્યૂઝીલેન્ડમાં ભારે વરસાદના કારણે ઘણાં પ્રાંતમાં પૂરની સ્થિતિ બની હતીય જેના કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની ઘટના પણ બની હતી. ત્યારે ઓકલેન્ડમાં ચાર લોકોના મોત થયા હતા. જે પછી હાલમાં મૃત્યુ આંક અને રાહત બચાવની કામગીરી ચાલી રહી છે.

આ પણ વાંચો : તુર્કીમાં ફરી ભૂકંપના આંચકા, ભારતીય સેનાની હોસ્પિટલમાં તિરાડ

Back to top button