ગુજરાત

ગુજરાત લઠ્ઠાકાંડના મુખ્ય આરોપી જયેશ ખાવડિયાની મુશ્કેલીઓ વધી

Text To Speech

લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી જયેશ ખાવડિયાએ હાઈકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી છે. જેમાં HCએ અરજી ફગાવી દેવાનું વલણ દર્શાવ્યું છે. આ કેસમાં આરોપી વિરુદ્ધ પ્રથમદર્શીય ગુનો બને છે. તથા ગુનાની ગંભીરતાને જોતા આ કેસમાં આરોપીને ચાર્જશીટ દાખલ થઈ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં બિનવારસી વાહનો માટે પોલીસે લીધો મોટો નિર્ણય

આરોપીના ગંભીર ગુનાહિત કૃત્યના લીધે નિર્દોષ નાગરિકો મોતને ભેટયા

ગત વર્ષે રાજ્યમાં બોટાદ જિલ્લામાં થયેલા લઠ્ઠાકાંડ કેસમાં હાઈકોર્ટે આરોપી અને એમોસ કંપનીના લેબર સુપરવાઈઝર જયેશ ઉર્ફે રાજુ રમેશ ખાવડિયાની જામીન અરજી ફગાવવાનુ કડક વલણ દાખવતા, આરોપીએ તેની જામીન અરજી પરત ખેંચી છે. હાઈકોર્ટે અરજદારને ટકોર કરેલી કે, આરોપીના ગંભીર ગુનાહિત કૃત્યના લીધે નિર્દોષ નાગરિકો મોતને ભેટયા અને અન્ય લોકો ઈજા પામેલા છે.

આ પણ વાંચો: સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલમાં ધરખમ વધારો

આરોપીએ મિથાઈલ આલ્કોહોલનો મોટો જથ્થો ચોરી કરેલો

આ કેસમાં આરોપી વિરુદ્ધ પ્રથમદર્શીય ગુનો બને છે. ગુનાની ગંભીરતાને જોતા આ કેસમાં આરોપીને ચાર્જશીટ દાખલ થઈ ગયા બાદ પણ જામીન આપવાનુ યોગ્ય જણાતુ નથી. સરકારી વકીલની રજૂઆત હતી કે આરોપી પીપળજના દેવરાજ ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં સ્થિત એમોસ કંપનીમાં લેબર સુપરવાઈઝર હતો આરોપીએ પ્રતિબંધિત મિથાઈલ આલ્કોહોલનો 600 લિટરનો જથ્થો ઝેરી દારૂ બનાવવા માટે સ્થાનિક બુટલેગરોને સપ્લાય કર્યો હતો. આરોપીએ મિથાઈલ આલ્કોહોલનો મોટો જથ્થો ચોરી કરેલો અને ટેમ્પો મગાવીને તેમાં મૂકીને બુટલેગરોને પહોંચાડેલો છે. આ અંગે સીસીટીવી ફૂટેજ પણ રહેલા છે.

Back to top button