ટોપ ન્યૂઝનેશનલ

દેશની જેલોમાં ઉભરાવો, ક્ષમતા કરતાં વધુ કેદીઓ

Text To Speech

દેશની કુલ 1319 જ જેલો છે જ્યારે દર વર્ષે કેદીઓની સંખ્યા સતત વધી રહી છે. એટલે જેલોની સંખ્યા કરતાં હવે કેદીઓની સંખ્યા વધુ થઈ રહી છે. લોકસભામાં પૂછાયેલ એક પ્રશ્નના જવાબમાં ગૃહ મંત્રાલય દ્વારા આપેલ જવાબ મુજબ વર્ષ 2021 ની સ્થિતિ પ્રમાણે જેલોમાં ક્ષમતા કરતાં 30.20 ટકા વધુ કેદીઓને રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : શ્રદ્ધા હત્યા કેસ : આફતાબ કરશે ઉચ્ચ અભ્યાસ, કોર્ટમાં આ બાબતોની કરી માંગ
જેલ - Humdekhengenewsછેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો કેદીઓની સંખ્યામાં અંદાજે 65,000 જેટલો વધારો થયો છે જેની સામે નવી જેલો માત્ર 15 જ બની છે. સમગ્ર દેશની જેલોમાં 4.25 લાખ કેદીઓ રાખવાની ક્ષમતા છે જેની સામે કેદીઓ 5.54 લાખ જેટલા છે. આ કેદીઓમાં 77 ટકા થી વધુ કેદીઓ એવા છે કે જેમના કેસ હજુ અંડર ટ્રાયલ છે અથવા તો હજુ કોર્ટમાં આરોપ સાબિત થયા નથી તો કેટલાકની સમયસર મુદત નથી આવતી. મહિલા જેલની વાત કરવામાં આવે તો દેશમઆ 32 મહિલા જેલો છે જેમાં માત્ર 3808 કેદીઓ રાખવાની ક્ષમતા છે. હાલ 1650 મહિલાઓ તેમના 1867 બાળકો સાથે જેલવાસ ભોગવી રહ્યા છે.

નવેમ્બર 2022 માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને એક કાર્યક્રમમાં આ બાબતનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે જેલમાં સૌથી વધુ લોકો એવા છે કે જેમને પોતાના મૂળભૂત અધિકારો વિષે પણ ખબર નથી હોતી. કોઈને થપ્પડ મારી હોય કે નાનો મોટો ઝગડો કર્યો હોય છે અને તેમણે વર્ષો સુધી કોઈ છોડાવવા પણ આવતું નથી કારણ કે તેઓને તેમના કોઈ અધિકાર વિષે પણ ખબર જ નથી હોતી ત્યારે આવા કેસોનું જલ્દીથી નિરાકરણ થાય તે દિશામાં વિચારણા અપડે બધાએ કરવી જોઈએ. તમને જણાવી દઈએ કે આ ભાષણ આપતી વખતે રાષ્ટ્રપતિ ભાવુક થઈ ગયા હતા કારણ કે તેઓ જે લોકોની વાત કરી રહ્યા હતા તે આદિવાસી અને પછાત વર્ગના લોકોની વાત હતી.

Back to top button